સૌથી વધુ ઉમરપાડામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો

  • ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતની નદી ઓ બે કાંઠે થઇ

    હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય જિલ્લામાં પણ ૧થી લઈને ૩ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે તમામ નદી ઓ બે કાંઠે વહી રહી છે. જેના પગલે કાંઠા વિસ્તારના સૌથ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
    બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં ૨૬ ઓગસ્ટ પછી વર્તાશે અને વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ૩૨ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપી જિલ્લાના કુકરમુંડા, બારડોલી અને માંડવીમાં ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
    આ સાથે ૧૪ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી  અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહૃાા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.