સૌના આદરપાત્ર લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સંસ્મરણો યાદ કરી શ્રધ્ધાંજલી પાઠવતા શ્રી દિલીપ સંઘાણી

  • કટોકટીનાં જેલવાસમાં આદરણીય કેશુભાઈ પટેલનું સાનિધ્ય ઘણું શીખવી ગયું
  • જેલવાસથી ઘરની વ્યવસ્થા ખોરવાય તે માટે સંપૂર્ણ સહકાર અને મદદની ખાત્રી આપી મારા પિતાને ચિંતા મૂક્ત ર્ક્યા : સરકાર અને સંગઠનમા તેમની સાથે કામ કરવાની તક મારા માટે અમૂલ્ય

અમરેલી,ગુજરાતના હૈયે અને હોઠે રમતુ આદરપાત્ર નામ એટલે આદરણિય કેશુભાઈ પટેલ, મારા સદભાગ્ય કે, મુરબ્બી કેશુબાપાનું સાનિધ્ય કટોકટીના જેલવાસમા કોલેજકાળના વિદ્યાર્થી તરીકે મળ્યું તેમ સંસ્મરણો દ્વારા કેશુબાપાના મહાપ્રયાણને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી પાઠવતા પૂર્વ કેબીનેટ મંત્રી- ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું.સંઘાણીએ શ્રધ્ધાંજલી પાઠવતા વધુમા જણાવેલ કે, કટોકટીમા હુ અને પૂ.કેશુબાપા જેલવાસમા સાથે હતા, આ ઘટનાથી મારા પિતાશ્રીને ચિંતામૂક્ત કરતા બાપાએ તમામ સાથ સહકારની ખાત્રી આપી હતી એટલુંજ નહીં ઘરની વ્યવસ્થાઓ ન ખોરવાય તેની પણ દરકાર લીધી હતી. કેશુભાઈના સાનિધ્યમા સરકાર અને સંગઠન સહિત સામાજીક સંસ્થાઓમા કામ કરવાની રીતભાત શીખવા મળેલ જે મારા માટે અમુલ્ય છે. એક યાદગાર ક્ષણને સંભારતા દિલીપ સંઘાણીએ જણાવેલ કે, અમરેલી ખાતે ભારતીય જનતા પક્ષના સને.1994 ના મહા સંમેલનનું આયોજન કરવામા આવેલ જેમા દિગ્ગજ નેતાગણ આદરણિય કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને કાશીરામ રાણા ની ઉપસ્થિતીમા યોજાયેલ, સંમેલન એટલુ સફળ અને સાર્થક રહયુ કે, બાદમા કેશુભાઈ પટેલ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ બનતા અમરેલી નિમીત બન્યાનો આનંદ છવાયો હતો. કેશુબાપાના દેહાવસાનથી ભારતીય જનતા પક્ષ, પ્રજા અને પ્રદેશમા ખાલીપો સર્જાયો છે તેમ કેશુબાપાને શ્રધ્ધાંજલી પાઠવતા અંતમા દિલીપ સંઘાણીએ જણાવ્યુ હતુ.