સૌરવ ગાંગુલીની તબિયત ફરી લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયો

બીસીસીઆઈના અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબીયત ફરીથી ખરાબ થઈ ગઈ છે. સૌરવ ગાંગુલીને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ તેની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી.

સૌરવ ગાંગુલીને આજે અચાનક છાતીમાં દુ:ખાવ થયા બાદ તેને કોલકાતાની અપોલો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ગાંગુલીને એટેક આવ્યા બાદ કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વુડલેન્ડ્સ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૌરવ ગાંગુલીએ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો. તેમણે કહૃાું,  હું પૂરી રીતે સ્વસ્થ્ય અનુભવી રહી છું. હું સારવાર માટે હોસ્પિટલમાં ડો્કટરોનો આભાર માનુ છું. હવે હું બિલકુલ ઠીક છું.” હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગાંગુલીએ ઘરમે આરામ કરવાનો રહેશે. આ દરમિયાન ઘરે જ ગાંગુલીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે.