સૌરાષ્ટ્રનાં માર્કેટયાર્ડોમાં સીઝનના નવા કપાસ સહિતની જણસોની આવક શરૂ

  • મગફળીમાં રૂા.800 થી 1000 નો ભાવ બોલાયો : ગોંડલ રાજકોટમાં 15 ગુણીની આવક થઇ : ગોંડલમાં 900 થી 1000 અને રાજકોટમાં 800 થી 900 ના ભાવ પડયા

અમરેલી,
ગોંડલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડોમાં સીઝનની નવી ખેત જણસોની આવકો શરૂ થઇ છે ગોંડલ અને રાજકોટ માર્કેટયાર્ડમાં આજથી નવી મગફળી પણ આવતી થતા મણનો ભાવ 800 થી 1000 મળતા ખેડુતો ખુશી થઇ ગયા હતા ગોંડલ યાર્ડમાં 150 ગુણીની આવક રૂા.900 થી 1000 ના ભાવે થઇ હતી અને 15 ગુણીની આવક ભઇ હતી સરેરાશ 800 થી 900 ના ભાવે મગફળીનું આગોતરૂ વાવેતર વહેંચાતા આવક શરૂ થતા ફરી માર્કેટયાર્ડો ધમધમતા થયા છે સૌરાષ્ટ્રમાં મોટેભાગે મગફળીનું વાવેતર થયુ હોય આ ભાવો આગામી દિવસોમાં યથાવત રહેશે કે કેમ તે અંગે પણ ખેડુતો ચિંતામાં છે.