સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ તુલસીશ્યામની મુલાકાતે અમરેલીનાં એસપીશ્રી નિર્લિપ્ત રાય

અમરેલી,
જેમના નામથી ગુનેગાર ફફડે અને કોમનમેન રાજી થાય તેવા અમરેલીના એસપીશ્રી અચાનક મધ્યગીરમાં આવેલા તુલસીશ્યામ ધામ માં જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ તુલસીશ્યામ ખાતે રુક્ષ્મણીજીના ડુંગરે અમરેલીના એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયે દર્શન કર્યા હતા અને સૌરાષ્ટ્રનું ઐતિહાસિક શ્યામ ભગવાનનું મંદિર ગરમ કુંડ ગાય ગીર નદી જોઈ પ્રભાવિત થયા હતા.
અમરેલીના લોકપ્રિય અમરેલીના એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયે ગઈકાલે એકાએક સાદા ડ્રેસમાં મધ્ય ગીરમાં આવેલા તુલસી શ્યામ શ્યામ ભગવાનના મંદિરે આવ્યા હતા ત્યારબાદ રૂક્ષ્મણી માતાના ડુંગરા ચડી રૂક્ષ્મણી માતા ના દર્શન કર્યા હતા અને ગરમ પાણીના કુંડ તથા શ્યામ ભગવાન ની વાડી તેમજ પશુધન સહિતનું નિરીક્ષણ કરી પ્રભાવિત થયા હતા આમ કાયદો અને વ્યવસ્થામાં કડક છાપ ધરાવતા અમરેલીના એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયે તડકામાં પણ રૂક્ષ્મણી માતા ના ડુંગરા ઉપર જઈ મધ્ય ગીરમાં આ મંદિર વૃક્ષો, ગાંડી ગીર તેમજ અન્ક્ષેત્ર જોઈ અને ખૂબ જ પ્રભાવિત થયા હતા.