રાજકોટ, જામનગર, મોરબી સહિત ઠેર-ઠેર આંશિક લોકડાઉન અને રાત્રિ કર્ફયુ વચ્ચે પણ કોરોના સંક્રમણ ખાસ ખાળી શકાયું નથી. છેલ્લા સાત દિવસમાં સૌરાષ્ટ્રમાં ૧૮૯૦૨ નવા કેસ ઉમેરાઈ ગયા છે, જેમાં આજના ૨૮૧૬ પણ સમાવિષ્ટ છે. છેલ્લા ર૪ કલાકમાં વધુ ર૧૩ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
રાજકોટ શહેરમાં નવા કેસોની સંખ્યા ૫૯૩ અને રૂરલમાં ૧૩૩ રહી હતી. વિતેલા ૨૪ કલાકમાં ૭૬ દર્દીઓએ દમ તોડી દેતા અને મૃત્યુ સંખ્યા પર હજુ સુધી અંકુશ નહીં લાવી શકાતા આરોગ્ય તંત્ર કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયું છે. અમરેલી શહેર-જિલ્લામાં આજે ૧૦૮ નવા કેસ ઉમેરાયા છે. જયારે સિવિલમાં ર૦ દર્દીના મોત નિપજ્યા છે.
જામનગર જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી કોરોના નું ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે કોરોના ના મૃત્યુ મામલે થોડી રાહત જોવા મળી હતી. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો ઘટી ને ૭૧ નો થયો છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે પણ ૭૦૦ થી ઉપર રહૃાો છે. જામનગર શહેરના ૩૯૭ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૦૦ થી ઉપર રહૃાો છે, અને ૩૩૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના ૩૦૧ અને ગ્રામ્યના ૧૮૩ સહિત ૪૮૪ દર્દીઓને જી.જી.હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જુનાગઢ શહેરમાં આજે ત્રણ, માંગરોળમાં બે, જુનાગઢ ગ્રામ્ય અને ભેંસાણમાં એક-એક મળી કુલ સાતના કોરોનાથી મોત થયા હતા જયારે જુનાગઢ શહેરમાં ૧૭૨, માળીયામાં ૩૮, કેશોદમાં ૨૭, જુનાગઢ ગ્રામ્યમાં ૨૧, વિસાવદરમાં ૧૮, માંગરોળમાં ૧૭, વંથલીમાં ૧૪, ભેંસાણ અને મેંદરડામાં ૧ર તથા માણાવદરમાં ૧ડ મળી કુલ રેકોર્ડ બ્રેક ૩૫૦ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે ર૧૯ દર્દી ડિસ્ચાર્જ થયા હતા. ર૪ કલાકમાં ૧૫ દર્દીઓ દમ તોડી દૃીધો છે.
મોરબી જીલ્લામાં કોરોના કેસનો આંક ૧૦૦ ને પાર પહોંચી રહૃાા છે આજે કોરોનાના નવા ૧૦૪ કેસ નોંધાયા છે જયારે ૬૩ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે સરકારી ચોપડે એકપણ મૃત્યુ નોંધાયું નથી પણ વાસ્તવમાં ૧૩ મોત આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૭૮ કેસોમાં ૪૭ ગ્રામ્ય અને ૩૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૧ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૧૨ કેસો ગ્રામ્ય પંથકમાં જયારે માળિયા તાલુકાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૦૪ કેસ નોંધાયા છે, જયારે ૬૩ દર્દી સ્વસ્થ થયા છે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૮૮૨ થયો છે આજે કોવીડ પ્રોટોકોલ મુજબ ૧૩ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે હતા.
ગીર સોમનાથ જિલ્લામાં ૧૯ દર્દીના મૃત્યુ થયા હતા. જયારે નવા કેસો વેરાવળ તાલુકામાં ૩૭, સુત્રાપાડામાં ૩૧, કોડીનારમાં ૧૧, ઉનામાં ૩૦, ગીરગઢડામાં ૧પ તથા તાલાલા તાલુકામાં ૩૦ મળીને જિલ્લામાં ૧૪૯ ઉમેરાયા છે.
પોરબંદર જિલ્લામાં ૩૭, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ૭, સુરેન્દ્રનગરમાં ૬ર, ભાવનગર શહેરમાં ૩૯૧, ગ્રામ્યમાં ૮૧ તથા બોટાદ જિલ્લામાં ર૩ નવા કેસ નોંધાયા છે. ડિસ્ચાર્જ રેશિયો હજુ ઓછો હોય તેમ આજે સૌરાષ્ટ્રમાં ૧૮૧૮ દર્દીને રજા આપવામાં આવી છે.
અમરેલીમાં કોરોનાં કેસો ઘટેલ હોય અંગે ધારાસભ્ય વિરજી ઠુંમરે જણાવેલું હતું કે કેસોની સંખ્યા ઘટાડવા ટેસ્ટીંગ ઘટાડી નાખવામાં આવ્યું છે. હાલ સંક્રમણને નાથવા ટેસ્ટીંગ વધારવની જરૂર છે. ત્યારે જ ટેસ્ટીંગ કિટ દુર કરી દેવામાં આવતાં લોકોને ધરમના ધક્કા થઈ રહેલ છે. સંક્રમણનું પ્રમાણ મોતનો આંકડો દર્શાવી રહેલ છે.