સૌરાષ્ટ્રમાં વરસાદૃે સર્જેલી તારાજી મામલે વળતર માટે સર્વે કરીશું : રૂપાણી

  • સોમનાથમાં મુખ્યમંત્રીએ પરિવાર સાથે કરી પૂજા-અર્ચના
  • મુખ્યમંત્રીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા બાય રોડ પોરબંદર ગયા

    રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સોમનાથ મંદિરમાં પહોંચ્યા છે. આજે વહેલી સવારે ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન સોમનાથ પહોંચીને પુજા-અર્ચના કરીને દૃર્શન કરીને પાવન થયા હતા. એટલું જ નહીં, ત્યાં તેમણે મહાદૃેવના જળાભિષેક સાથે મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીના આગમનને લઈને સોમનાથ મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદૃોબસ્ત ગોઠવી દૃેવામાં આવ્યો હતો. આખા મંદિરને છાવણીમાં ફેરવી નાંખવામાં આવ્યું હતું. આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતાં અને રાત્રિ રોકાણ પણ સોમનાથમાં જ કર્યું હતું. ત્યારે ગીર સોમનાથમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. સીએમ રૂપાણીનું હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે બંધ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બાય રોડ પોરબંદર જવા રવાના થયાં હતાં.
    આજે સવારે વિજય રૂપાણીએ પરિવાર સાથે પૂજા કરી હતી. મુખ્યમંત્રી અને તેમના પત્ની અંજલિબેને સજોડે સોમનાથ મહાદૃેવના દર્શન કર્યાં હતાં જ્યાં પરિવાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રંસગે નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, ભાનુબેન બાબરિયા સહિતના લોકો જોડાયા હતાં. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા માં વધતા જતાં કોરોના કેસ ને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સાથે જિલ્લા ની સમીક્ષા બેઠક પણ યોજી હતી અને જિલ્લા માં કોરોના ના કેસ અને મૃત્યુ અંક વધે નહીં તે માટે તકેદૃારી રાખવા અને માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટનિંસગ નું કડક પાલન કરાવવા સૂચના આપી હતી.
    સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ મુદ્દે સીએમ રૂપાણીનુ નિવેદન સામે આવ્યું છે. હજુ તો વાવણી જ કરી હતી અને અચાનક વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની પહોંચી છે ત્યા આ અંગે સીએમ રૂપાણીએ ખેડૂતોને હૈયાધારણ આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ આજે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યું હતુ કે, નુકસાનનો સર્વે કરાશે. અને તે મુજબ મદદ કરવામાં આવશે. તેમણે ખેડૂતોને હૈયાધારણ આપતા જણાવ્યું હતુ કે, નુકસાનીનો સર્વે કરીને અમે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા અંગે જરૂર વિચારણા કરીશું. ભારે વરસાદને કારણે ખેડૂતોને ચોક્કસથી નુકસાન થયુ છે.