સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ : જૂનાગઢ શહેરના ત્રણ ડેમો ઓવરલો

ભારે વરસાદને પગલે જિલ્લાના આણંદપુર ગામ નજીક નદીમાં ગાડી ખાબકી હોવાની પણ ઘટના સામે આવી છે. જોકે સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. ગાડીમાં સવાર એક જ વ્યક્તિને હાથના ભાગે સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ગાડી પાણીના પ્રવાહમાં ફસાઇ જતાં એને ક્રેઇન વડે બહાર કાઢવામાં આવી હતી.જૂનાગઢથી જામનગર અને રાજકોટ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હોવાને પગલે સુરક્ષાને ધ્યાને લઇ એસટી સેવા થોડા સમય માટે બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદને પગલે ગિરનાર તળેટીમાં આવેલા દામોદર કુંડમાં ધસમસતું વરસાદી પાણી વહેતું જોવા મળતું હતું. ગિરનાર પર પડી રહેલા ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાય રહૃાો હોવાથી રોપ-વે સેવા આજે બંધ રાખવાની ફરજ પડી છે. ગિરનારના જંગલમાં ભારે વરસાદ પડતાં જૂનાગઢ શહેર જળબંબાકાર થયું છે. જૂનાગઢ રાજકોટ નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર પૂર પાણી ફરી વળ્યાં છે, જ્યારે દૃોલતપરા વિસ્તારમાં અનેક દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસ્યાં છે. પાણીના નિકાલ માટે મનપા દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહૃાો છે. જેથી લોકોએ પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવાની શરૂઆત કરી છે, જો ડિવાઈડર તોડવામાં ન આવે તો લોકોનાં ઘરમાં પાણી ઘૂસી એવી શક્યતા છે.જૂનાગઢમાં ઝાંઝરડા ગરનારામાં કમમરડૂબ વરસાદી પાણી ભરાઇ જતાં એને બંધ કરવાની મનપાને ફરજ પડી હતી. તો શહેરની મધ્યે આવેલા પ્રખ્યાત નરિંસહ મહેતા સરોવર ઓવરલો થઇ જતાં આસપાસના વિસ્?તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં, જ્યારે શહેરના મજેવડી દરવાજાથી સાબલપુર ચોકડી સુધીના મુખ્?ય રસ્?તા પર વરસાદી પાણી ભરાઇ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.ગત રાત્રિથી જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહૃાા છે, જેમાં ૨ ઇંચથી લઇને ૧૪ ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ છે. ભારે વરસાદને પગલે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે આજે સવારે જિલ્લાના વિસાવદર પંથકમાં ચાર કલાકમાં ૧૫ ઇંચ વરસાદ વરસી ગયો છે, જેને પગલે પંથકનાં નદી-નાળાઓમાં વરસાદી પાણીના નવા નીર ધસમસતા વહેતા જોવા મળતા હતા. ગિરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ ૬થી ૧૦ ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાં છે અને નરસી મહેતા સરોવર ઓવરલો થતાં આસપાસના વિસ્?તારો-રસ્?તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની જીવાદૃોરી સમાન વિિંલગ્ડન ડેમ ઓવરલો થઇ ગયો છે. જૂનાગાઢ જિલ્લાના નવેય તાલુકામાં ગતરાત્રિથી અવિરત કયાંક ભારે તો કયાંક અતિભારે વરસાદ વરસી રહૃાો છે. આ ભારે વરસાદથી ખેડૂતોના મૂરઝાઇ રહેલા પાકને જીવતદાન સમાન હોવાથી જગતના તાતમાં હરખની હેલી પ્રસરી ગઇ હતી. જ્યારે રવિવારની રાત્રિથી સોમવારની બપોર સુધી જિલ્?લાના નવેય તાલુકામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ હતી. જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં રવિવારની રાત્રે ૧૦થી સોમવારે બપોરે ૧૨ વાગ્?યા સુધીમાં પડેલા સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ વિસાવદરમાં ૧૪ ઇંચ, જૂનાગઢમાં ૬ ઇંચ, કેશોદમાં ૩ ઇંચ, ભેંસાણમાં ૩ ઇંચ, મેદરડામાં ૨.૫ ઇંચ, માંગરોળમાં ૨.૫ ઇંચ, માણાવદરમાં ૩ ઇંચ, માળિયાહાટીમાં ૨ ઇંચ અને વંથલીમાં ૩.૫ ઇંચ વરસાદ વરસ્?યો હોવાનું કંટ્રોલરૂમમાંથી જાણવા મળ્યું છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વઘુ વિસાવદર પંથકમાં મેઘમહેર થઇ છે, જેમાં આજે સવારે ચાર કલાકમાં વિસાવદર શહેર અને ગ્રામ્ય પંથકમાં ૧૨ ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં પંથકનાં નદી-નાળાઓમાં ધસમસતા વરસાદી પાણી વહેતાં થયાં હતાં. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પણ પાણી ભરાઇ ગયાં છે. જ્યારે પંથકનાં ખેતરો પાણીથી તરબોતર થઇ ગયાં હતાં. જિલ્?લામાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાનાં તમામ જળાશયોમાં નવા નીરની આવક થયેલી જોવા મળી હતી. ગત રાત્રથી જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસી રહૃાો છે. એમાં રાત્રિ દરમિયાન ૨ ઇંચ, જ્યારે આજે સવારે ૬થી બપોરે ૧૨ વાગ્?યા સુધી ૬ કલાકમાં ૪ ઇંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો, જ્યારે ગિરનાર પર્વત પર ૧૦ ઇંચથી વઘુ વરસાદ વરસ્?યો હોવાનું અનુમાન થઇ રહૃાુ છે. ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદના પાણીથી ડેમમાં આવક થતી હોવાને પગલે જૂનાગઢ શહેરની જીવાદૃોરી સમાન વિિંલગ્ડન, આણંદપુર અને હસ્નાપુર ત્રણેય ડેમ ઓવરફલો થઇ ગયા છે, જેથી શહેરની પીવાના પાણીની જરૂરિયાત મહદૃંશે પૂરી થઇ ગઇ હોવાનું જાણકારો જણાવી રહૃાા છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કોળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાના ઊચાઈ પરથી લેવાયેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. એમાં કાળવા નદીનો આાદક નજારો જોવા મળ્યો હતો. જૂનાગઢવાસીઓના મતે કાળવા નદીમાં ભાગ્યે જ આટલું પાણી આવતું હોય છે. જ્યારે ગત રાત્રિથી ગિરનાર પર્વત અને શહેર પર પડી રહેલા ભારે વરસાદથી જૂનાગઢના અનેક વિસ્?તારો-માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં, જેને લીઘે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.