રાજકોટ,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટની ચૂંટણીમાં માધ્યમિક શિક્ષકની બે બેઠક અને આચાર્યની બે બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે માધ્યમિક શિક્ષકમાં રાજકોટના વિમલ ભટ્ટ અને કુવાડવાના ડો. લીલા કડછાએ ઉમેદવારી પરત ખેંચતા જેતપુરના ચિરંતન કોરાટ અને અમરેલીના ભરત મકવાણા બિનહરીફ થયેલ છે. જ્યારે આચાર્યની બેઠક માટે જેતલસરના નયન વિરડા રાજકોટના સંજય પંડ્યા તથા તુષાર પંડ્યા અને જામનગરના મેઘના શેઠ સહિત ચાર ઉમેદવારો મેદાનમાં રહે છે. જેની ચૂંટણી આગામી તારીખ 22 જુલાઈના રોજ થશે અને તારીખ 23 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મત ગણતરી થશે.આમ ઉપરોક્ત રીતે માધ્યમિક શિક્ષકમાં જેતપુરના ચિંતન કોરાટ અને અમરેલીના ભરત મકવાણા બિનહરીફ થયેલ છે.