’સ્કેમ ૧૯૯૨’ ફેમ અંજલી બારોટે બોયફ્રેન્ડ ગૌરવ અરોરા સાથે કર્યા લગ્ન

’સ્કેમ ૧૯૯૨’માં હર્ષદ મહેતાની પત્નીનો રોલ કરનારી એક્ટ્રેસ અંજલી બારોટે લગ્ન કર્યા છે. જેની સુંદર તસવીરો સામે આવી છે.

વેબ સીરિઝ સ્કેમ ૧૯૯૨માં હર્ષદ મહેતાની પત્નીનો રોલ કરનારી એક્ટ્રેસ અંજલી બારોટે લોન્ગટાઈમ બોયફ્રેન્ડ ગૌરવ અરોરા સાથે લગ્ન કરી લીધા છે. મંગળવારે એક્ટ્રેસના ધામધૂમથી લગ્ન થતા. અંજલી અને ગૌરવના લગ્નમાં પરિવારના સભ્યો તેમજ નજીકના મિત્રોને આમંત્રિત કરાયા હતા. આ સિવાય સ્કેમ ૧૯૯૨ના કો-સ્ટાર્સ શ્રેયા ધનવંતરી (સુચિતા દલાલ) અને જૈમિની પાઠકે (સિતારમણ) પણ હાજરી આપી હતી.

અંજલી બારોટે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બેચરલ પાર્ટી, મહેંદી સેરેમની, હલ્દી સેરેમનીની ઢગલો તસવીરો શેર કરી છે.

અંજલીએ લગ્નના દિવસ માટે રેડ કલરના લહેંગા-ચોલી પર પસંદગી ઉતારી હતી. આ સાથે તેણે લાઈટ જ્વેલરી પહેરી હતી. તો તેના પતિએ વ્હાઈટ કલરની શેરવાની અને લોરલ પ્રિન્ટનો સાફો બાંધો હતો. એક્ટ્રેસે લગ્નની જે તસવીરો શેર કરી છે, તેમાંથી એકમાં તે પતિ સાથે ચા પીતી જોવા મળી રહી છે.