સ્કોર્પિન ક્લાસની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજ ભારતીય નેવીમાં સામેલ

ભારતીય નૌકાદળ હવે વધુ શક્તિશાળી બની ગઈ છે. સ્કોર્પિન ક્લાસની ત્રીજી સબમરીન INS કરંજ ભારતીય નેવીમાં સામેલ થઈ છે. આ સબમરીનનું નામ આઈએનએસ કરંજ રાખવામાં આવ્યું છે. તેના સમાવેશ સાથે ભારતની સ્થિતિ પણ વધુ મજબૂત બની છે. દરિયામાં લાંબો સમય સુધી ડુબેલી રહીને દુશ્મનો પર નજર રાખી ટાર્ગેટનો ખાત્મો બોલાવતી સબમરિન ભારતીય નૌ સેનામાં સામેલ થઈ રહી છે.

ખરેખર, આઈએનએસ કરંજ સ્કોર્પિન ક્લાસ સબમરીન નેવીના પ્રોજેક્ટ-૭૫ અંતર્ગત બનાવવામાં આવી રહી છે. નૌસેનાને તેમાં ૬ સબમરીન મળવા જઈ રહી છે, જેમાંથી ત્રણ અત્યાર સુધી નેવીમાં જોડાઇ ચૂકી છે. આઈએનએસ કરંજ એ આ પ્રોજેક્ટની પાણી અને ઇલેક્ટ્રિક પાવર બંનેથી સજ્જ ત્રીજી સબમરીન છે. તેની વધુ સુવિધાઓ જાણતા પહેલા, અન્ય ૩ સબમરીન વિશે પણ થોડું જાણી લઈએ, જે ટૂંક સમયમાંજ ભારતીય નેવીનો હિસ્સો બનવાની છે.

ભારતીય નૌકાદળમાં અત્યાર સુધી બે સબમરિન જોડાઈ ચુકી છે. ત્રીજી આઈએનએસ કરંજ આજે જોડાઈ રહી છે. તો ચોથી સબમરિનનું નામ વેલા છે, જે હાલમાં સમુદ્રમાં તેનો ટ્રાયલ રન ચાલી રહૃાો છે. તે જ સમયે પાંચમી સબમરીન વજીરની પણ દરિયાઇ ટ્રાયલ ચાલી રહી છે. આ સિવાય છઠ્ઠી સબમરીનનું સ્ટ્રક્ચરીંગ  બનાવવાનું કામકાજ અંતિમ તબક્કામાં છે.

આઈએનએસ કરંજની વિશેષતાઓ

-સપાટી અને પાણીની અંદરથી ટોર્પિડો અને ટ્યુબ લોન્ચડ એન્ટી શિપ મિસાઈલને ફાયર કરવાની ક્ષમતા

-ચોક્કસ લક્ષ્ય રાખીને દુશ્મનને ખતમ કરવાની શક્તિ

-૫૦ દિવસ સમુદ્રમાં રહીને ૩૫૦ મીટર સુધી ડાઇવ લગાવવાની શક્તિ

-સપાટી વિરોધી યુદ્ધ, વિરોધી સબમરીન યુદ્ધ, ગુપ્તચર માહિતી મેળવવા, માઈન લેયરિંગ અને એરિયા સર્વેલન્સ જેવા મિશનને અંજામ આપવાની ક્ષમતા

-આ સિવાય, લાંબા અંતરના મિશન પર જતા સમયે ઓક્સિજન લેવા માટે સપાટી પર આવવાની જરૂર નથી.

-ડોક શિપયાર્ડ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વાઈસ એડમિરલ નારાયણ પ્રસાદ અને પશ્ર્ચિમી નૌસેના કમાનના ચીફ સ્ટાફ ઓફિસર રિયર એડમિરલ બી. શિવકુમારે આઈએનએસ કરંજને નૌસેનામાં દાખલ કરવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા.