સ્ટરલાઈટ ફેક્ટરીના વિરોધ પ્રદર્શન મામલામાં નિવેદનને લઇ રજનીકાંતને કોર્ટનું સમન્સ

જાણતી અભિનેતા રજનીકાંત રાજનીતિમાં એન્ટ્રી લેતાની સાથે ચર્ચામાં આવી ગયા છે. વેદાંતાની સ્ટરલાઈટ ફેક્ટરીમાં થયેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે થયેલી હિંસાનો છે. થલાઈવાને સ્ટરલાઈટ ફેક્ટરીના વિરોધ પ્રદર્શન મામલામાં વિવાદિત નિવેદન આપવાને લઈને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ તમિલ સુપરસ્ટાર પોતાની નવી પાર્ટી બનાવવા માગે છે. આ વચ્ચે રજનીકાંત વધુ એક વિવાદમાં ફસાઈ ગયા છે. થલાઈવાને સ્ટરલાઈટ ફેક્ટરીના વિરોધ પ્રદર્શન મામલામાં વિવાદિત નિવેદન આપવાને લઈને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

આ મામલો તમિલનાડુની તૂતકોરિનમાં થયેલી વેદાંતાની સ્ટરલાઈટ ફેક્ટરીમાં થયેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે થયેલી હિંસાનો છે. જે વર્ષ ૨૦૧૮માં થઈ હતી. આ ઘટનામાં અંદાજીત ૧૩ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. આ મામલામાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે પણ નિવેદન આપ્યુ હતું. હવે તેને તે નિવેદન તેમના માટે માથાનો દુ:ખાવો બની ગયું છે. રજનીકાંતને કોર્ટે ૧૯ જાન્યુઆરીએ હાજર થવા માટે આદેશ આપ્યો છે. આ પહેલા પણ રજનીકાંતને કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે તે કામમાં વ્યસ્ત હોવાના પગલે તેણે કોર્ટ પાસેથી થોડો સમય માંગ્યો હતો.