સ્ટાર એક્ટર સૈફ અલી ખાન તેની ઓટોબાયોગ્રાફી લખશે

  • અભિનેતાએે ફેન્સને વધુ એક સરપ્રાઈઝ આપી
  • ઓટોબાયોગ્રાફીમાં પરિવાર, ઘર, કરિયર, ફિલ્મો, સફળતા, નિષ્ફળતા, પ્રેરણા સહિત દરેક બાબતને આવરી લેશે 

ચાલુ વર્ષ એટલે કે ૨૦૨૦નું વર્ષ કોઈ પણ વ્યક્તિ માટે સરળ રહૃાું નથી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ કોરોના મહામારીના કારણે મોટો ફટકો પડ્યો છે. જો કે, આ વચ્ચે સૈફ અલી ખાન પાસે સેલિબ્રેશનના ઘણા કારણો છે. પહેલા તો તેણે જાહેરાત કરી કે, તેની પત્ની કરીના કપૂર ખાન પ્રેગ્નેન્ટ છે અને તેઓ બીજા બાળકના આગમનની રાહ જોઈ રહૃાા છે. બીજુ એ કે, સૈફ અલી ખાને હમણા જે જાહેરાત કરી છે તે તેના ફેન્સ માટે ચોંકાવનારી છે. એક્ટર, કે જે એક સારા વાંચક તરીકે જાણીતો છે, તે હવે લેખનમાં હાથ અજમાવવા જઈ રહૃાો છે. તે પોતાની ઓટોબાયોગ્રાફી લખવા જઈ રહૃાો છે. જેમાં તે પોતાના પરિવાર, ઘર, કરિયર, ફિલ્મો, સફળતા, નિષ્ફળતા તેમજ પ્રેરણા તેમ દરેક બાબતોનો ઉલ્લેખ કરશે. સૈફ અલી ખાનની ઓટોબાયોગ્રાફી આવતા વર્ષે પબ્લિશ થશે. લેખક બનવા વિશે અને પોતાના નવા પ્રોજેક્ટ વિશે વાત કરતાં સૈફે કહૃાું કે, ’ઘણુ બધું બદલાઈ ગયું છે અને સમય સાથે તે પણ જતું રહેશે જો આપણે તેને રેકોર્ડ નહીં કરીએ તો હું પાછુ વળીને જોવા માગું છું, યાદ કરવા માગુ છું અને રેકોર્ડ કરવા માગુ છું. મારે કહેવું જોઈએ કે આ એક સ્વાર્થી પ્રયાસ છે. અન્ય લોકોને પણ આ બૂક વાંચવાની મજા આવે તેવું હું ઈચ્છીશ. સૈફ અલી ખાને પોતાની બૂકને હજુ કોઈ ટાઈટલ આપ્યું નથી. પરંતુ તેને હાર્પર-કોલિન્સ પબ્લિશ કરશે તેવું કહેવામાં આવી રહૃાું છે.