સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની કમાન હવે CISF નાં 270 જવાનોના હવાલે

  • ગૃહમંત્રી શાહે સુરક્ષા વધારવા માટે સીઆઇએસએફ સુરક્ષાને આપી મંજૂરી

    દૃુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરની સુરક્ષા માટે સીઆઈએસએફના 270 જવાનો આવી જશે, હાલમાં એસ આર પી અને પોલીસ સુરક્ષા કરે છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૃેશના ગૃહમંત્રી અમિત શાહે મોટો નિર્ણય લીધો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અભેદ્ય સુરક્ષા કરવા માટે હવે સપ્ટેમ્બર મહિનાથી સીઆઇએસએફના જવાનો કરશે. દૃેશના ગૃહમંત્રી અમિત શાહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારવા માટે સીઆઇએસએફ સુરક્ષાને મંજૂરી આપી દીધી છે.
    દૃુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરનો હવે સુરક્ષાનો હવાલો પોલીસ અને એસઆરપી પાસેથી લઇને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફેર્સ એટલે કે સી આઇ એસ એફ એસ ને સોપી દૃેવામાં આવશે. 17 મી તારીખે જવાનો કેવડિયામાં આવી જશે પરંતુ કોરોના કારણે તેઓ સાત દિવસ સુધી હોમ કોરોન્ટાઇન રહેશે અને ત્યારબાદ તેઓ ડિપ્લોમેંટ સેરિમેની યોજાશે અને ફ્રજ પર હાજર થશે. દૃુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલમાં કારોનાને કારણે માર્ચ મહિનાથી બંધ છે.
    પરંતુ હવે તેની સુરક્ષા માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સના અને ૨૭૦ જેટલા જવાનો છે એ ૧૭ તારીખે સોમવારે કેવડીયાકોલોની આવી જશે. કેવડિયા કોલોનીમાં જૂનું નર્મદા યોજનાની હોસ્પિટલ છે ત્યાં તેઓનો મેસ, રહેઠાણ, શસ્ત્ર્રાગારની વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે સ્ટેચ્યું ઓફ યુનિટીની અંદરની સુરક્ષા સીઆઈએસએફના જવાનો કરશે પરંતુ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહારની સુરક્ષા માટે પોલીસ એસઆરપી યથાવત રહેશે.