સ્ટેચ્યુ યુનિટી પર આવતા પ્રવાસીઓની સુવિધામાં ક્રુઝ બોટનો થશે ઉમેરો

  • આવતીકાલે વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ
  • આ ક્રુઝ બોટમાં આમ તો ૨૦૦ થી ૨૫૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા 

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સુવિધામાં ક્રુઝ બોટનો ઉમેરો થવા જઇ રહૃાો છે. ક્રુઝ બોટનું ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રુઝ બોટમાં બેસી શ્રેષ્ઠ ભારત ભવન ખાતે જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની આ સફર ૬ કિલોમીટરની રહેશે. જે રીતે વારાણસીમાં ગંગા નદીમાં પ્રધાનમંત્રીએ બોટ સેવા શરુ કરી હતી. તેવી જ રીતે નર્મદા નદીમાં પણ શરુ કરવામાં આવશે.

આ બોટ સેવા માટે ૩ જેટી બનાવવામાં આવી છે. એક જેટી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જ્યારે બીજી જેટી શ્રેષ્ઠ ભારત ભવન પાસે છે. જ્યારે ત્રીજી જેટી સ્ટેચ્યુની બિલકુલ પાછળ છે. જે ઇમર્જન્સી જેટી છે. જો કોઈ દૃુર્ઘટના બને તો આ જેટીનો ઉપયોગ કરવામાં આવશે. આ ક્રુઝ બોટમાં ૨૦૦થી ૨૫૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.

હાલ કોરોનાના નિયમોને પગલે માત્ર ૧૦૦ લોકોને જ પરમિશન આપવામાં આવશે. બોટમાં નાસ્તાની પણ વ્યસ્થા છે. જે પ્રવાસીએ પોતાના ખર્ચે કરવાનો રહેશે. ઉપરાંત મનોરંજન માટેની પણ વ્યવસ્થા બોટમાં કરવામાં આવી છે. નોધનીય છે કે ક્રુઝ બોટનુંનું લોકાર્પણ આમ તો ૨૧ માર્ચે કરવાનું હતું. પરંતુ કોરોના મહામારીના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.