સ્ટેટ મોનીટરીંગ સેલે લોધીકા ગામે દરોડો પાડી 1285 લીટર દેશી દારૂ પકડી પાડયો

અમરેલી,
સ્ટેટમોનીટરીેંગ સેલ એસએમસીએ રાજકોટ જિલ્લાના મેટોડા સીમ વિસ્તારમાં મેલડી માતાના મંદિર નજીક અતુલ અક્રમ સભાયાની વાડીમાં દરોડો પાડી દેશીદારૂ 1285 લી.કિં.25,700 અને મુદામાલ 1,57,950 ઓટો રીક્ષા 75,000, બે એકટીવા 55,000, ટાંકી 2000, ટેબલ 150 રૂપિયા, ડોલ 4 મળી કુલ 1,57,950 ના મુદામાલ પકડી પાડેલ છે આ દરોડામાં અતુલ ઉર્ફે અક્રમ પોપટભાઇ સભાયા તથા પરેશ ઉર્ફે પરીયો કિશોરભાઇ માંડલીયા દરજી, હસમુખ વાણીયો, ડોમડીયા ઘંટેશ્ર્વર તથા એક અજાણી વ્યકિત તથા ઓટો રીક્ષાના માલીક અને એકટીવાના માલીક સામે ધોરણસર કાર્યવાહી કરી પકડી પાડવા તજવીજ હાથ ધરી