વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડ ગણાતો ઇંગ્લૅન્ડનો બેન સ્ટૉક્સ ન્યૂ ઝીલૅન્ડમાં બીમાર પિતા પાસે પહોંચી ગયો છે અને તે ૧૯મી સપ્ટેમ્બરે શરૂ થનારી આઇપીએલનો પહેલો તબક્કો કદાચ ગુમાવશે. ૨૦૧૯નો આ વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન રાજસ્થાન રૉયલ્સની ટીમમાં છે. આ ટીમે તેને ૧૨.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
સ્ટૉક્સ અત્યારે ક્રાઇસ્ટચર્ચમાં છે. તેના પિતા ગેડ સ્ટૉક્સને મગજનું કૅન્સર છે. તેઓ ભૂતકાળમાં ન્યૂ ઝીલૅન્ડની નેશનલ રગ્બી ટીમના ખેલાડી હતા.