સ્પાઇસ જેટ દ્વારા સુરત કોલકાત્તાની લાઇટનું ૨૪ ડિસેમ્બરથી બુકિંગ બંધ કરાયું

સુરતમાં સ્પાઇસ જેટ દ્વારા સુરત કોલકાત્તાની લાઇટનું ૨૪ ડિસેમ્બરથી બુકિંગ બંધ કરાયું છે. તો સાથે જ સુરતથી હૈદરાબાદની લાઇટનું પણ ૨૧ ડિસેમ્બરથી બુકિંગ બંધ કર્યું છે. ત્યારે હવે મુસાફરોને તેની મોટી અસર પડી શકે છે. સુરત કોલકતા સ્પાઈસ જેટ ની સૌથી સફળ ફલાઇટ હતી. આ લાઈટનું પરફોમન્સ ૯૦ થી ૧૦૦ ટકા સુધીનું રહૃાું છે. ત્યારે હવે આ લાઇટનું બુકિંગ બંધ કરી દેતા મુસાફરોને આંચકો લાગ્યો છે. સ્પાઈસ જેટે મુસાફરોને આ સમાચાર આપતા મુસાફરો નિરાશ થયા છે.

સાથે જ હૈદરાબાદ ફલાઇટનું બુકિંગ પણ બંધ કરી દીધું છે. આ બાબતે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સ્પાઈસ જેટના ઉચ્ચ અધિકારીઓને આ ફલાઇટ ફરી શરૂ કરવા રજૂઆત કરાઈ છે. સુરતમાં ડાયમંડ, ટેક્સટાઈલ તથા હજીરા અને સચીન જેવા ઈન્ડસ્ટ્રીયલ એરિયા આવ્યા હોવાથી અહી મોટી સંખ્યામાં બહારથી મુસાફરો આવતા હોય છે. ત્યારે ધંધાર્થી કામે આવતા લોકોને મોટી અસર પહોંચશે. સુરતથી નોર્થ ઈસ્ટને જોડતી કોલકાત્તાની લાઇટ ખૂબ જ જરૂરી છે. હાલ રેલવે પણ રેગ્યુલર કોઈ ટ્રેન ચલાવી નથી રહી.

ત્યારે એરલાઈન પર જ મુસાફરીનો મોટો મદાર છે. આવામાં જો લાઈટ પણ બંધ કરી દેવામાં આવે તો મુસાફરોને હાલાકી પડી શકે છે. આવા સંજોગોમાં હાલ લાઇટનું બંધ થવું સુરતના ટ્રાવેલ પેસેન્જર માટે ખૂબ કપરું છે. સતત અવરજવર કરનારા લોકોને હવે ફરીથી ટ્રેનો પર આધાર રાખવો પડી શકે છે.