સ્પોટલાઇટ બોલીવુડમાં છે, બાકીની દૃુનિયા અંધારામાં ચરસ પી રહી છે: વિક્રમ ભટ્ટ

જાણીતા નિર્દૃેશક-નિર્માતા વિક્રમ ભટ્ટે એક ખાનગી સમાચાર પત્રને જણાવ્યું હતું કે દૃેશમાં ગંજા, કોકેઇન અને અન્ય તમામ ડ્રગ્સનો અબજો-ટ્રિલિયન રૂપિયાનો ધંધો છે. પરંતુ લક્ષ્ય ફક્ત ફિલ્મ જગતનો છે. કારણ કે સ્પોટલાઇટ બોલીવુડમાં છે. બાકીની દૃુનિયા અંધારામાં ચરસ પી રહી છે. કોઈને કંઈ દૃેખાતું નથી. વધુમાં કહૃાુ હતું કે બોલીવુડમાં ડ્રગ્સ છે કે નહીં તે અંગેના પ્રશ્ર્ને હું બોલી શકશે નહીં, કેમ કે મેં છેલ્લા ૨૦ વર્ષથી બોલિવૂડ પાર્ટીઓમાં ભાગ લેવાનું બંધ કર્યું છે. મેં ૨૦ વર્ષ પહેલાં દારૂ અને સિગારેટ છોડી દીધી હતી. જ્યારે હું દારૂ પીતો હતો, ત્યારે પાર્ટીઓમાં જવું સરસ લાગતુ હતું. હવે મને કોઈ એવી પાર્ટીઓમાં આમંત્રણ નહીં આપે જ્યાં આ ડ્રગ્સ જેવી વસ્તુઓ હોય. ધીરે ધીરે મેં દારૂ છોડી દીધો,
હવે મારા વાળ પણ સફેદ થઈ ગયાછે. આજની જનરેશન મને પુત્રી કૃષ્ણાનો પિતા માને છે. હવે એવી પાર્ટીઓમાં કોઈ મને બોલાવશે નહીં, જ્યાં આ બધી વસ્તુઓ થાય છે. વિચારતા હશે કે આ વૃદ્ધને બોલાવીને આપણે શું કરીશું. મને નથી ખબર કે આજની પાર્ટીઓમાં શું ચાલે છે અને શું નહીં. જો કોઈ કહે છે કે ડ્રગ હોય છે તો હોય પણ શકે છે. મેં જે જોયું નથી તેની પુષ્ટિ કરી નથી શકતો. મારી પૂત્રીને કહૃાું હતું કે સિગરેન ન પીતી અને વધારે નશો ન કરતી વધમાં કહૃાું કે જ્યારે મારી પુત્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી રહી હતી ત્યારે મેં કૃષ્ણાને એટલું જ કહૃાું હતું કે દીકરા સિગારેટ પીતો નહી.
મેં કૃષ્ણાને આ સલાહ આપતા કહૃાુ હતું કે મને અસ્થમા છે અને મારો રોગ સિગારેટથી વધી ગયો હતો. હવે તે કૃષ્ણા છે તો મારું લોહી. જો કૃષ્ણાને પણ કદાચ બિમારી થઈ જાય. મેં દીકરીને કહૃાું હું ઈચ્છું છું કે તમે સિગારેટ ન પીશો અને ડ્રગ ન લો. માદૃક દ્રવ્યોની આદત થઈ જાય છે. મેં આ બધી વાત દીકરીને ફક્ત એક જ વાર કહી હતી પરંતુ તે પછી ન તો મેં તેમને રોકી છે કે ન ટોકી છે. હવે મારે દીકરી પર તો વિશ્ર્વાસ કરવો પડશે ને.