સ્મૃતિ ઇરાનીને ‘હોમ વર્ક કરતાં જોઇ સોનુ સુદ-એકતા કપૂરે આપ્યો મજેદાર જવાબ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોટાભાગે તેમની પોસ્ટ વાયરલ થતી રહે છે અને લોકો તેમની પોસ્ટ ખૂબ જ પસંદ પણ કરે છે. કયારેક તેમના ફોટો વાયરલ થાય છે તો કયારેક તેમના નિવેદન ચર્ચામાં રહે છે. તો હવે એક વખત ફરીથી કેન્દ્રીય મંત્રી પોતાની એક પોસ્ટને લઇ ચર્ચામાં છે. આ અંગે તેમણે એક તસવીર શેર કરતાં ખૂબ શાનદાર વાત લખી છે, જેના પર બોલિવુડ એકટર સોનુ સુદ અને એકતા કપૂરએ મજેદાર જવાબ આપ્યો છે.

સ્મૃતિ ઇરાનીએ ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે હેલિકોપ્ટરની અંદર બેઠા છે અને કંઇક લખી રહૃાા છે. આ ફોટોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કોણ કહે છે કે હોમવર્ક માત્ર સ્કૂલમાં જ થાય છે. પઢતી કા નામ પ્યારીપઆમાં જ જતી રહી આપણી અડધી ઉંમર જો કે, આગળ તેમણે લખ્યું છે કે અડધાનો મતલબ હજી સુધી ૫૦ નહીં. સ્મૃતિ ઇરાનીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે અને લોકો તેમના ખૂબ વખાણ કરી રહૃાા છે. તેમના આ ફોટો પર સેલિબ્રિટીઝ પણ રિએકશન આપી રહૃાા છે.

આ પોસ્ટ પર અભિનેતા સોનુ સુદે લખ્યું, ‘પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા. તો આ ફોટો પર એકતા કપૂરે મજેદાર કમેન્ટ કરતાં લખ્યું, ‘તમે જોવામાં પાતળા લાગી રહૃાા છો. આમ તો સ્મૃતિ ઇરાનીના ફોટો પર ઘણા બધા લોકોએ કમેન્ટ કરી છે.