તા. ૨૪.૯.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ ભાદરવા વદ ચતુર્દશી, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, સાધ્ય યોગ, વિષ્ટિ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ અત્રે લખ્યા મુજબ મુદ્રાસ્થિતિમાં મોટા ફેરફાર આવી રહ્યા છે વળી મોંઘવારી સરકારો માટે સરદર્દ બની રહી છે. બુધની સ્થિતિના લીધે લોન, વ્યાજદરથી લઈને બેન્ક બાબતે ઘણી નવી બાબતો આવી રહી છે જે વિષે અત્રે લખી ચુક્યો છું. હાલમાં ગોચરમાં મહત્વની ઘટના એ બની રહી છે કે સદાય વક્રી ચાલતા રાહુ કેતુ ઉપરાંત હર્ષલ નેપ્ચ્યુન અને પ્લુટોતો વક્રી છે જ સાથે સાથે ગોચર માં સ્વગૃહી ચાલી રહેલા બુધ ગુરુ અને શનિ પણ વક્રી છે અને સ્વગૃહી બની વક્રી ચાલે ચાલતા હોય એટલા બધા વક્રી ગ્રહો કૈક અલગ જ મિજાજ માં આગળ વધી રહ્યા છે જે આગામી દિવસોમાં મહત્વની ઘટનાઓ બને તેવો સ્પષ્ટ નિર્દેશ આપી રહ્યા છે. હાલના ગોચરના લીધે અવકાશમાં થી સ્ટ્રોંગ વાઈબ્રેશન્સ આવી રહ્યા છે જે મિત્રો ધ્યાનમાં ઊંડા ઉતરેલા છે તેનો યુનિવર્સની આ ઘટનાને સમજી શકે છે અને ટૂંક સમયમાં ઘણી મહત્વની ઘટનાઓ અંકિત થશે તે વાત સમજી શકે છે. હાલમાં ઘણા મિત્રો તરફથી સ્વિચવર્ડ્સ ના સુંદર અનુભવ પ્રાપ્ત થઇ રહ્યા છે. જન્મકુંડળી આધારિત આ સ્વિચવર્ડ્સ ના વિશિષ્ઠ પ્રયોગ કરવાથી સુંદર પરિણામ પ્રાપ્ત થઇ રહ્યાં છે અને યુનિવર્સની લિપિ ધીમે ધીમે અનુભૂતિમાં0. આવી રહી છે.