સ્વચ્છતા સર્વેક્ષણ: ઇન્દોર સતત ચોથીવાર નંબર-૧, સુરત બીજા સ્થાને

 • વડાપ્રધાને વીડિયો કોન્ફરરિંન્સગ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ના પરિણામો જાહેર કર્યા
 • સ્વચ્છતા સર્વેમાં સુરતની મોટી છલાંગ ૧૪મા સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યુ, નવી મુંબઇ ત્રીજા, વિજયવાડા ચોથા, અમદાવાદ પાંચમા સ્થાને
 • ટોપ ૧૦માં ગુજરાતના ૪ શહેરો: સુરત બીજા, અમદાવાદ ૫મા, રાજકોટ ૬ઠ્ઠા, વડોદરા ૧૦મા સ્થાને 

  કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સિટી સર્વે રિપોર્ટની જાહેરાત કરી છે. સતત ચોથા વર્ષે ઈન્દૃૌર, દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબર પર ગુજરાતનું સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઈનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દૃૌરના લોકોનો આભાર માન્યો છે.

  બીજી બાજુ એક લાખથી વધુની કેટગરીમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. અગાઉ ૧૪માં ક્રમેથી સુરત આ વર્ષે બીજા ક્રમે પહોંચ્યું છે. હરદીપ પુરીએ સુરત માટે સીએમ વિજય રૂપાણીની પ્રશંસા કરી હતી, જ્યારે નવી મુંબઈની સફળતા માટે સીએમ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી.

  મિનિસ્ટ્રી ઓફ હાઉિંસગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામમાં ઈન્દૃૌર ફરી પ્રથમ ક્રમે રહૃાું છે. કુલ ૬૦૦૦ માર્કસમાંથી ઈન્દૃૌરને ૫૬૪૭.૫૬ માર્કસ મળ્યા છે. જ્યારે સુરત ૫૫૧૯.૫૯ માર્કસ સાથે દેશભરમાં બીજા ક્રમે રહૃાું છે.સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણની પાંચમી આવૃતિ ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ ના પરિણામો જાહેર કર્યા હતા. સતત ચોથી વાર ઈન્દૃોરને દેશના સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મળ્યું. આ સમયગાળા દરમિયાન, સ્વચ્છતા પર વધુ સારું પ્રદર્શન કરનારા શહેરોને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તે જ સમયે પીએમ મોદીએ દેશના કેટલાક ‘સ્વચ્છગરીઓ અને સફાઈ કામદારો સાથે પણ વાતચીત કરી હતી.

  ટોપ ૨૦ શહેરોમાં પ્રથમ નંબરે ઈન્દૃોર, બીજા નંબરે સુરત, ૩જા નંબરે નવી મુંબઈ, ચોથા નંબરે વિજયવાડા, પાંચમા નંબરે અમદાવાદ, છઠ્ઠા નંબરે રાજકોટ, સાતમા નંબરે ભોપાલ, આઠમા નંબરે ચંડીગઢ, નવમા નંબરે વિશાખાપટ્ટનમ, દસમા નંબરે વડોદરા છે. ત્યારબાદ અનુક્રમે ૧૧મા નંબરે નાસિક, ૧૨મા ક્રમે લખનઉ, ૧૩મા ક્રમે ગ્વાલિયર, ૧૪મા  ક્રમે થાણે, ૧૫મા નંબરે પુણે, ૧૬મા ક્રમે આગ્રા, ૧૭મો ક્રમ જબલપુરનો, ૧૮મા ક્રમે નાગપુર, ૧૯મા ક્રમે ગાઝિયાબાદ અને ૨૦મા ક્રમે પ્રયાગરાજ આવે છે.

  દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં ઈન્દૃોર પછી બીજા નંબરે સુરત અને ત્રીજા સ્થાને નવી મુંબઈ આવ્યું છે. કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજિંસહ ચૌહાણને અભિનંદન આપ્યા હતા. છત્તીસગઢને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરાયું હતું.

  આ પહેલા જાન્યુઆરીમાં પહેલા ક્વાર્ટરની અને આજે બીજા અને ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. આમ ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયા છે. જેમાં સમગ્ર દેશમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ ૫માં, રાજકોટ છઠ્ઠા અને વડોદરા ૧૦ ક્રમે રહૃાું છે. જ્યારે વર્ષ ૨૦૧૯માં અમદાવાદ ૬ઠ્ઠા ક્રમે અમદાવાદ, રાજકોટ ૯માં નંબર પર, સુરત ૧૪માં નંબરે અને વડોદરા ૭૯ ક્રમે રહૃાું હતું.

  આમ અમદાવાદ એક રેક્ધની, સુરતે ૧૨ રેક્ધની, રાજકોટે ૩ રેક્ધની જ્યારે વડોદરા ૬૯ રેક્ધની સૌથી મોટી છલાંગ લગાવી ટોપ ૧૦માં પહોંચી ગયું છે.

  સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત દેશના નાગરિકોમાં સ્વચ્છતામાં ભાગીદારી વધારવા માટે કરવામાં આવી હતી. સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ છેલ્લા ૨૮ દિવસમાં પૂર્ણ થયું છે. ગુરુવારે યોજાનારા ‘સ્વચ્છ મહોત્સવ માં ‘સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ સિવાય સ્વચ્છ સર્વેક્ષણ ઇનોવેશન, સ્વચ્છ સર્વેક્ષણ સોશ્યલ મીડિયા અને ગંગાના કાંઠે આવેલા શહેરોનો પણ અહેવાલ જાહેર કરાયો હતો.

  સતત ત્રણ વર્ષ સુધી ટોપ પર રહૃાું ઈન્દૃૌર તમને જણાવી દઈએ કે સ્વચ્છતા સર્વેક્ષણની પહેલી આવૃત્તિમાં મૈસુરુને ભારતના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો હતો. તે જ સમયે મધ્યપ્રદેશનું ઇન્દૃોર શહેર સતત ત્રણ વર્ષ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯માં સૌથી સ્વચ્છ જાહેર કરાયું હતું.