સ્વચ્છ ભારત મિશન યોજનાનો સ્ટાફ હડતાલના માર્ગે

અમરેલી,
વડાપ્રધાનશ્રીની અગત્યની, ગ્રામ વિકાસ વિભાગની અને ગામડાના લોકોની સ્વાસ્થય અને સ્વચ્છતાના પાઠ ભણાવતી એવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજનાના જિલ્લા અને તાલુકા કક્ષાના કર્મચારીઓની વર્ષોની માંગણી ન સંતોષાતા તમામ કર્મચારીઓએ તા.11/07/2022 થી ફરજ પર થી અળગા રહેવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા જિલ્લા વિકાસ અઘિકારીશ્રીને આવેદન

તાલુકા કક્ષાના કર્મચારીઓ કે જેના માસીક પગાર રૂા.5000/- અને રૂા.7000/- હોય લઘુતમ વેતનઘારાને પણ ઘોળીને પી જતી સરકાર સામે બે માસથી હડતાલ પર હોવા છતા ઉચ્ચ અઘિકારી અને પદાઘિકારીના પેટનું પાણી ન હલતા રાજયના તમામ જિલ્લાઓના જિલ્લા કક્ષાના સ્ટાફ પણ તેમના પ્રશ્નોને વાચા આપવા તથા પાંચ-પાંચ વર્ષથી વાર્ષિક ઇજાફો ન મળતા તેમની સાથે જોડાય સરકાર સામે લાલ આંખ