સ્વદૃેશી વેક્સીનનું પ્રાણીઓ પર પરીક્ષણ સફળ, ફેઝ-૨ના ટ્રાયલને મંજૂરી

  • કોરોનાના ફફડાટ વચ્ચે રાહતના સમાચાર, ૨૦ વાંદરાઓના ચાર સમૂહો પર રિસર્ચ કરાયું
  • બાયોટેકની કોરોના વાયરસ વેક્સિન કોવેક્સિન પ્રાણીઓ પરના ટ્રાયલમાં સફળ રહી, વાંદરાઓમાં વાયરસ પ્રત્યે એન્ટીબૉડિઝ વિકસિત કરી

ભારત બાયોટેકની કોરોના વાયરસ વેક્સીન ‘કોવેક્સિન પ્રાણીઓ પરના ટ્રાયલમાં સફળ રહી છે. કંપનીએ જાહેરાત કરી હતી કે કોવેક્સિનએ વાંદરાઓમાં વાયરસ પ્રત્યે એન્ટીબૉડીઝ વિકસિત કરી છે. એટલે કે લેબ સિવાય જીવિત શરીરમાં પણ આ વેક્સીન અસરકારક છે, એ સાબિત થઇ ગયું છે. કંપનીએ જણાવ્યું કે, વાંદરાઓ પર અભ્યાસના પરિણામોની ઇમ્યુનોઝીનિસિટીનો ખ્યાલ આવે છે. ભારત બાયોટેકે ખાસ પ્રકારના વાંદરાઓને વેક્સીનનો ડોઝ આપ્યો હતો. જો કે હાલમાં આ વેક્સીનને ભારતમાં અલગ-અલગ જગ્યાઓ પર ફેઝ-૧ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહૃાો છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ આ જ મહીને ભારત બાયોટેકને ફેઝ ૨ ટ્રાયલની અનુમતિ આપી છે.

ભારત બાયોટેકે ૨૦ વાંદરાઓના ચાર સમૂહો પર રિસર્ચ કર્યું છે. એક ગ્રુપને પ્લેસીબો આપવામાં આવી જ્યારે બાકી ત્રણ ગ્રુપને ત્રણ અલગ-અલગ પ્રકારની વેક્સીન પહેલા અને ૧૪ દિવસ બાદ આપવામાં આવી. બીજો ડોઝ આપ્યા બાદ, તમામ વાંદરાઓને SARS-CoV-2 એ એક્સપોઝ કરવામાં આવ્યાં. વેક્સીનનો પ્રથમ ડોઝ આપ્યાના ત્રીજા સપ્તાહથી વાંદરાઓમાં કોવિડ પ્રત્યે રેસ્પાંસ ડેવલપ થવાનું શરૂ થઇ ગયું હતું. વેક્સીન લેનારા કોઇ પણ વાંદરામાં ન્યુમોનિયાના લક્ષણ નથી મળ્યાં.

કોવેક્સિનને ઇન્ડીયન કાઉન્સીલ ઑફ મેડિકલ રિસર્ચનેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરલોજી અને ભારત બાયોટેકે મળીને ડેવલપ કરેલ છે. ભારત બાયોટેકે ૨૯ જૂનના રોજ જાહેરાત કરી હતી કે, તેને વેક્સીન તૈયાર કરી લીધી છે.

આઇસીએમઆરભારત બાયોટેકની કોવેક્સિન એક ‘ઇનએક્ટિવેડ વેક્સીન છે. તે એવાં કોરોના વાયરસના પાર્ટિકલ્સથી બનેલી છે કે જેને મારી દેવામાં આવ્યા હતાં કે જેથી તે ઇન્ફેક્ટ ન કરી શકે. કોવિડનું આ સ્ટ્રેન પુણેની કોવેક્સિન લેબમાં આઇસોલેટ કરવામાં આવ્યો હતો. તેના ડોઝથી શરીરમાં વાયરસ વિરૂદ્ધ એન્ટીબોડીઝ બને છે.

ભારતમાં બનેલી પ્રથમ કોરોના વેક્સીન કોવેક્સિનનો ફેઝ ૧ ટ્રાયલ ૧૫ જુલાઇ ૨૦૨૦થી શરૂ થયો હતો. દેશભરમાં ૧૭ લોકેશન્સ પર ફેઝ ૧ ટ્રાયલ થયાં. કોવેક્સિન ટ્રાયલની તમામ માહિતી કોવેક્સિન ને મોકલવામાં આવશે. જ્યારે ડેટાને એનલાઇઝ કરવામાં આવી રહેલ છે.