સ્વાસ્થ્ય મંત્રાલયે કરોડો રૂપિયાનું ફંડ નાણા મંત્રાલયને કર્યું પરત, જાણો કારણ

દૃેશમાં કોરોનાના ઘટતા કેસ અને રસીકરણના વધતા પર્સન્ટેજ જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નક્કી કર્યું છે કે હવે તેઓ વધુ કોવિડ રસી ખરીદશે નહીં. એટલું જ નહીં સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ માટે ફાળવવામાં આવેલા ૪,૨૩૭ કરોડ રૂપિયા નાણા મંત્રાલયને પરત પણ કર્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ૧.૮ કરોડથી વધુ રસી હજુ પણ સરકારના સ્ટોકમાં છે. જે છ મહિનાના રસીકરણ અભિયાન માટે પૂરતી છે. વાત જાણે એમ છે કે કોવિડ-૧૯ના કેસ ઘટવાના કારણે રસી લેનારાની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે રસીકરણને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા નથી મળતો. આ વર્ષે સરકારે પણ તમામ વયસ્કોને મફતમાં બુસ્ટર ડોઝ આપવા માટે અમૃત મહોત્સવ નામથી ૭૫ દિવસનું કોવિડ રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ રસીની વધુ માંગ જોવા મળી નહી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ઘણા પ્રમાણમાં રસીનો સ્ટોક પડ્યો છે. જેમાંથી કેટલીક તો આગળના ગણતરીના મહિનાઓમાં એક્સપાયર પણ થઈ જશે. હવે આ બધા કારણો જોતા સરકારે હવે રસી ન ખરીદવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે ૬ મહિના બાદ હાલાત પ્રમાણે આગળ નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારે ગત વર્ષ ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દૃેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જે હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોની મદદ માટે તેમને કોવિડ-૧૯ રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં દૃેશમાં ૨૧૯.૩૨ કરોડથી વધુ લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા હતા. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દૃેશની ૯૮ ટકા વયસ્ક વસ્તી કોવિડ-૧૯ રસીના ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂકી છે. જ્યારે ૯૨ ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત દૃેશના ૧૫ થી ૧૮ વર્ષના ૯૩.૭ ટકા કિશોરોને પણ રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૭૨ ટકા કિશોર બંને ડોઝ લઈ ચૂક્યા છે. ૧૨થી ૧૪ વર્ષના વર્ગમાં ૮૭.૩ ટકા લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૬૮.૧ ટકા લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. ૧૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાંથી ૨૭ ટકા લોકોને બુસ્ટર ડોઝ મળી ચૂક્યો છે.