સ્વિચવર્ડસ સબકોન્સિયસ માઈન્ડ પર અસર કરે છે

તા.૧૦.૧૨.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૯ માગશર વદ બીજ, આર્દ્રા   નક્ષત્ર, શુક્લ યોગ,વણિજ    કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  મિથુન (ક,છ,ઘ)  રહેશે .

મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ)           : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) :  નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) :  કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

છેલ્લા ઘણા સમયથી આપ સૌ તરફથી સ્વિચવર્ડસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્વિચવર્ડસ એ એવા શબ્દો છે જેનો સમૂહ સબકોન્સિયસ માઈન્ડ પર અસર કરે છે અને હકારાત્મકતા લાવે છે વળી તે શરીરના સાત ચક્રો પર અસર કરી નવી ઉર્જા લાવે છે અને સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે આ શબ્દો માત્ર ઇંગ્લીશમાં જ છે એવું નથી કોઈ પણ ભાષામાં આ શબ્દો હોઈ શકે વળી આપણા મંત્રોમાં આવતા શબ્દો પણ સ્વિચવર્ડસ તરીકે લઇ શકાય છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે સ્વિચવર્ડસમાં આપણી સાંસ્કૃતિક ભાષા સંસ્કૃતના પ્રયોજનથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને વિશ્વભરના સ્વિચવર્ડસ નિષ્ણાંતોએ આપણા અનેક શબ્દોને સ્વીકાર્યા છે. જેમકે “ત્રિશુલ” , “શક્તિ” , “ઉર્જા” આવા અનેક શબ્દો આપણા માટે નવી ઉર્જાનું પ્રદાન કરે છે અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો ગ્રહોની નકારાત્મક અસર દૂર કરવામાં પણ સ્વિચવર્ડસ ઉપયોગી સાબિત થાય છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જન્મકુંળી મુજબ યોગ્ય સ્વિચવર્ડસ સમૂહ લખવાથી અને વાંચવાથી અને તેની સાથે અંકશાસ્ત્ર મુજબ ચોક્કસ અંકનો પ્રયોગ કરવાથી લાભ મળે છે વળી જયારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય ત્યારે જે તે વ્યક્તિને તેની કેવી અસર થશે એ નોંધીને તેને સ્વિચવર્ડસ સમૂહ અને અંક આપી શકાય. ખાસ કરીને શનિ જેવા દિગ્ગજ ગ્રહ રાશિ પરિવર્તન કરતા હોય જેમ કે હમણાં જ ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ ના શનિ મહારાજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમે તમારી જન્મકુંડળી મુજબ ચોક્કસ સ્વિચવર્ડસ સમૂહ અને અંકના પ્રયોગ દ્વારા શનિની ઉર્જાને હકારાત્મક બનાવી શકો.