સ્વૈચ્છિક લોકડાઉન નહી પળાય તો સરકારી લોકડાઉન આવશે

  • આભ ફાટયુ છે તેવી પરિસ્થિતી ઉપર અંકુશ લાવવા સરકાર પુરી મહેનત કરી રહી છે ત્યારે 
  • કોરોનાનું સંક્રમણ અને મૃત્યુદર કાબુમાં ન આવે તો અઠવાડીયામાં જ સરકાર લોકડાઉન માટે મજબુર બની શકે છે : અમરેલીમાં કોરોનાના કેસ ન અટકે તો કન્ટેઇનમેન્ટ ઝોન પણ બની શકે છે

અમરેલી,
કોરોનાના બીજા રાઉન્ડમાં વધુ કેસ અને મૃત્યુના પ્રમાણ સામે સરકારી તંત્ર ટુંકુ પડી રહયુ છે આભ ફાટયુ છે તેવી સ્થિતીમાં સરકાર પાસે જો હવે આ રોગચાળો અંકુશમાં ન આવે તો દિલ્હી અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ લોકડાઉન લાવવા સિવાયનો વિકલ્પ રહેતો નથી કદાચ એક અઠવાડીયામાં જ લોકડાઉન આવી શકે છે.
જો સરકાર લોકડાઉન ન લાવે તો લોકડાઉન જેવી જ સ્થિતી કન્ટેઇનમેન્ટ ઝોનની હોય છે જયાં કેસ વધે છે અથવા વધારે છે તેવા વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન પણ જાહેર થઇ શકે છે તેના માટે બહેતર એ છે કે લોકો સ્વયં સરકારી નિયમોનું પાલન કરે, જાગૃતી દાખવે નહીતર જિલ્લાના ધારી, લીલીયા, વડીયા, કુંકાવાવની જેમ અમરેલીમાં પણ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી સરકાર આવશ્યક સિવાયની તમામ પ્રવૃતીઓ બંધ કરાવી શકે છે લોકડાઉન અથવા કન્ટેઇનમેન્ટ ઝોન આવી ને આવી સ્થિતી રહી તો ચોક્કસ આવશે.