સ્વ.ચંદુભાઈ સંઘાણીનાં પરિવારને દિલસોજી પાઠવતા આગેવાનો

અમરેલી,
ચકલીઓના જતનના હિમાયતી એવા સ્વ.ચંદુભાઈ સંઘાણી સમાજમા તે અંગેની જાગૃતિ લાવવા નિ:શુલ્ક માળા વિતરણ કરતા ઉપ2ાંત શહેરના વિવિધ વિસ્તા2ોમા સેવા ટ્રસ્ટના માધ્યમથી પાણીના ટાંકા અને પરબ બનાવીને પશુ-પક્ષી સહિત પછાત વિસ્તા2ોમા પીવાના પાણીની જરૂ2ીયાત પુ2ી કરતા હતા. આવા સેવાભાવી ચંદુભાઈના અવસાનથી આ પ્રવૃતિને મોટી ખોટ પડી છે. પ્રાણીઓ પ્રત્યે ભા2ે સંવેદના તેઓ ધ2ાવતા હતા તેમની આ સેવાને સૌ યાદ ક2ીને શ્રધ્ધાંજલી અપર્ણ ક2ી રહયા છે અને સંઘાણી પરિવારને શાંત્વના પાઠવી રહયા છે. સંઘાણી પરિવારને શાંત્વના પાઠવવા આજ 2ોજ ધનસુખભાઈ ભંડે2ી, અભેસિંહભાઈ 2ાઠોડ, સાંઈ2ામ દવે સહિતના 2ાજકીય , સહકા2ી, સામાજીક, શૈક્ષણિક આગેવાનો અને સંતો-મહંતોએ શ્રધ્ધાંજલી અર્પિ હતી. એજ રીતે મહિલા વિકાસ મંડળ અમરેલીનાં અરૂણાબેન માલાણી, મીતાબેન વઘાણીએ શોક ઠરાવ પસાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા અન જણાવ્યું હતું કે, સ્વ.ચંદુભાઇ સંઘાણીનું નિધન થતા વિકાસ ગૃહની બાળાઓ ખુબ જ ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરે છે. લાખો મરજો પણ લાખોના તારણહાર ના મરજો, હે ઇશ્ર્વર જ્યા તુ નહી પહોંચી શક્યો ત્યાં તુ અન્ય કોઇ સ્વરૂપે પહોંચી જાય છે તેમના એક સ્વ.ચંદુભાઇ સંઘાણી હતા. આવુ જ તારૂ ઇશ્ર્વરીય સ્વરૂપ અને કેટલીય અનાથ દિકરીઓના પાલખ પીતા કે જેના અભ્યાસથી લઇને પરણાવવા સુધી તમામ જવાબદારીઓ નિશ્ર્વાસર્થ ભાવે નિભાવતા સંસ્થાની તમામ દિકરીઓની ચિંતા સાથે પિતા કરતા પણ વધારે લાડ લડાવનાર અને જરૂરિયાતોને પુરી કરવા હંમેશા તત્પર રહેતા તેમના દરેક જન્મદીનની ઉજવણી સંસ્થાઓની બાળાઓ સાથે કરી બાળાઓને ખુશ કરી દેતા હતાં. તેમના નિધનથી સમાજને નપુરાય તેવી ખોટ પડી છે. આવા લાગણીશીલ વ્યક્તિનાં અલોકમાંથી પરલોક તરફનાં મહાપ્રયાણથી કુટુંબીજનો ઉપર આવી પડેલ દુ:ખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કર્યાનું અરૂણાબેન માલાણી, તરૂલતાબેન પંડ્યા, મીતોન વાઘાણી, રેખાબેન માવદીયા, મંજુલાબેન જોષી, વિરલબેન ડોબરીયા, મનસુખભાઇ ચૌહાણ, રાજેશભાઇ દવે, કૈલાશબેન ડોડીયાર, પ્રકૃતિબેન, અંજુબેન, અમિતાબેન, ઝરણાબેન અને હોદ્દેદારો તથા સ્ટાફ અને વિકાસ ગૃહની બાળાઓએ શ્રધ્ધાંજલી પાઠવી હતી.