હંસલ મહેતાએ કંગનાની ‘ધાકડ ફિલ્મની મજાક ઉડાવી

બોલિવૂડના દિગ્ગ્જ ડિરેક્ટર્સના લિસ્ટમાં સમાવિષ્ટ એવા હંસલ મહેતા હંમેશા કોન્ટ્રોવર્સીથી દૃૂર રહે છે. સફળ વેબ સિરીઝ ‘સ્કેમ ૧૯૯૨ બાદ, હંસલ આગામી સમયમાં સ્ટેમ્પ પેપરના કૌભાંડી તેલગીની મોડસ ઓપરેન્ડી પર આધારિત વેબ સિરીઝ ‘સ્કેમ ૨૦૦૩ બનાવવા જઈ રહૃાા છે. અગાઉ, હંસલે બડબોલી અને બેબાક કંગના સાથે ‘સિમરન નામની ફિલ્મ કરી હતી અને આ ફિલ્મ સુપર લોપ નિવડી હતી. સોશિયલ મીડિયા પર કંગનાના એક ફેનએ કંગનાના કરિયરની સુપર લોપ ફિલ્મ બનાવવા પર હંસલ મહેતા પર આરોપ મૂક્યો હતો. જેની સામે હંસલે શાનદૃાર જવાબ આપ્યો હતો. કંગનાના ફેનએ હંસલને ઉદ્દેશીને લખ્યું હતું કે, તમને શરમ આવવી જોઈએ, તમે કંગનાને લોપ ફિલ્મ આપી છે. આ વાત પર હંસલે સ્માર્ટલી કોમેન્ટ કરતા લખ્યું હતું કે, સારુ થયું, મે ‘ધાકડ નહોતી બનાવી. કંગના રણોતની લાસ્ટ રિલીઝ એક્શન-થ્રિલર ફિલ્મ ‘ધાકડ પણ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ હતી. કંગનાએ આ ફિલ્મમાં લીડ રોલની સાથે ફિલ્મનું નિર્દૃેશન પણ કર્યું હતું. હંસલે ફેનને રીપ્લાય આપવાની સાથે કંગનાની ફિલ્મની અને નિર્દૃેશક તરીકે તેની આવડતની પણ મજાક ઉડાવી હતી. હંસલ મહેતા કંગના સાથે ફિલ્મ બનાવ્યા બાદ કંટાળી ગયા હતા અને તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહૃાું હતું કે, કંગના સાથે કામ કરવું એ મારા જીવનની મોટી ભૂલ હતી. કંગનાએ ફિલ્મના દરેક પાર્ટમાં તેના ખોટા ઈનપુટ આપ્યા હતા અને મેં આ ફિલ્મ કેવી રીતે પૂરી કરી તે મને જ ખબર છે. આ સાથે જ, તેમણે એ પણ સ્વીકર્યું હતું કે, કંગના ટેલેન્ટેડ એક્ટર છે પરંતુ દરેક વાતમાં ઈનપુટ આપવું ખોટી વાત છે.