હજારો કાર્યકર્તાઓએ વડીલની છત્રછાયા કાયમી ગુમાવી : ડો. ભરતભાઇ કાનાબાર

  • જ્યારે ભાજપ ઉભો થતો હતો ત્યારે તેના પાયામાં સખત પરિશ્રમ શ્રી કેશુબાપાનો હતો

અમરેલી,
સ્વ. કેશુબાપાની વિદાયથી હજારો કાર્યકર્તાઓએ વડીલની છત્રછાયા ગુમાવી છે તેમ ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ છે તેમણે જણાવેલ કે જ્યારે ભાજપ ઉભો થતો હતો ત્યારે તેના પાયામાં સખત પરિશ્રમ શ્રી કેશુબાપાનો હતો.

  • અનેક લોકોએ પોતાના માવતર જેવા વડીલને ગુમાવ્યા : શ્રી મનુભાઇ દેસાઇ

અમરેલી,
અમરેલી જિલ્લા ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ શ્રી મનુભાઇ દેસાઇ તથા ખોડલધામના ટ્રસ્ટી શ્રી વસંતભાઇ મોવલીયા, શ્રી દકુભાઇ ભુવા, શ્રી વિજયભાઇ દેસાઇ તથા લેઉવા પટેલ સમાજના આગેવાન શ્રી ડી.કે. રૈયાણી સહિત નાના મોટા તમામ આગેવાનોએ શ્રી કેશુભાઇ પટેલના નિધનથી શોક વ્યક્ત કર્યો હતો અને રાજ્યના અનેક લોકોએ પોતાના માવતર જેવા વડીલને ગુમાવ્યા હતા.
કેશુબાપા દરેક વર્ગમાં ચાહના ધરાવતા હતા અને બહુ ઓછા લોકોને એ ખ્યાલ હશે કે સ્વ. કેશુભાઇ સવદાસભાઇ પટેલની અટક દેસાઇ હતી અને અમરેલીના ચિતલના શ્રી મનુભાઇ દેસાઇ પરિવાર સાથે તે નજીક હતા દેસાઇ પરિવારના તમામ પ્રસંગોમાં કેશુબાપાની ઉપસ્થિતી રહી હતી.