અમરેલીે,
અમરેલીના જાણીતા ડો. ભરત કાનાબારે કોરોના શિક્ષાપત્રી ટવીટર મારફત જાહેર કરી છે. તેમાં જણાવ્યા મુજબ કોરોનાનો સંગાથ ના ખપતો હોય તો થોડા દિવસ માત્ર સ્વયં સાથે સંગાથ કરીએ. જાજા સાથે સુવાણ કરવાના બદલે દુરથી જ રામ રામ કરીએ હજાર હાથવાળો આપતિ માંથી ઉગારશે પણ તે માટે આપણે આપણા હાથ ધોતા રહીએ. તેમ ટવીટ કરેલ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલને પણ ટવીટ કર્યાનું જણાવ્યુ છે.