હજુ પંદર દિ’ આકરા : રસીકરણ સુધી માસ્ક જ ભગવાન

  • જો તકેદારી નહી રખાય તો ઘેર ઘેરથી એક વ્યક્તિ મરશે : ડૉ.જીજે ગજેરા, મોતના ખેલમાં ગામડાઓના ગામડા ખાલી થઇ જશે : ડૉ. વિજય વાળા

અમરેલી,
સામાજીક મેળાવડા, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્કની તથા જરા પણ બિમાર પડીએ કે તરત જ સારવાર લેવા માટે જો તકેદારી નહી રખાય તો ઘેર ઘેરથી એક વ્યક્તિ મરશે તેમ અમરેલીના સિનીયર તબીબ અને આઇએમએના પ્રેસિડેન્ટ ડૉ.જીજે ગજેરાએ જણાવ્યુ હતુ જ્યારે કોવિડનો પહેલો કેસ સાજો કરનાર અને અત્યાર સુધી કોવિડમાં હજારો દર્દીઓને સાજા કરનાર ડો. વિજય વાળાએ ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે જો આમને આમ સ્થિતી રહેશે તો મોતના ખેલમાં ગામડાઓના ગામડા ખાલી થઇ જશે અને 20 ટકા જેવી વસ્તી સાફ થઇ જશે તબીબોની આ ચેતવણી વચ્ચે હજુ પણ પંદર દિ’ ભારે આકરા સાબિત થવાના એંધાણ દેખાઇ રહયા છે અમરેલી શહેર જેવો રોગચાળાનો ઉછાળો આવવાની સાવરકુંડલામાં તૈયારી દેખાઇ રહી છે ત્યારે રસીકરણ સુધી માસ્ક જ ભગવાન સાબિત થશે.
જયા સુધી સૌ રસીથી રક્ષીત ન થાય ત્યા સુધી સ્વચ્છતા અને માસ્ક જરુરી છે જિલ્લામાં માવજીંજવા, હામાપુર, સલડી, મુંજીયાસર જેવા ગામડાઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે ગામડાઓમાં મૃત્યુનું પ્રમાણ વધી રહયુ છે જો આવી જ રીતે રોગચાળો ચાલશે તો 20 ટકા વસ્તી સાફ થઇ જવાની દહેશત વચ્ચે હવે 35થી 50 વર્ષની વચ્ચેના મોતના પ્રમાણમાં ભારે મોટો ઉછાળો આવ્યો છે કારણકે મોટી ઉમરના નાગરીકોને રસીથી રક્ષિત કરાયા છે જેથી તેમાં મોતનું પ્રમાણ ઘટયુ છે અને નાની ઉમરના દર્દીઓના મૃત્યુ વધી રહયા છે જે રસીકરણ કેટલુ મહત્વનું છે તે દર્શાવે છે.