હજુ બે દિૃવસ સુધી વરસાદૃ આ વિસ્તારોમાં ધબધબાટી બોલાવશે!… આગામી ૫ દિૃવસ દૃરમિયાન દૃેશના કેટલાક વિસ્તારોમાં પડશે વરસાદૃ : હવામાન વિભાગ આ સિઝનમાં કેમ પડી રહૃાો છે વરસાદૃ?.. વૈજ્ઞાનિકોએ આપ્યું આ કારણ!

નવીદિૃલ્હી,તા.૦૨
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ’આગામી પાંચ દિૃવસ દૃરમિયાન દૃેશના કેટલાક વિસ્તારોમાં વરસાદૃ પડશે. ઉપરાંત વૈજ્ઞાનિકોએ ઉનાળામાં વરસાદૃનું કારણ આપ્યું હતું. અને હવે તો એ પાક્કું જ છે કે દૃરેકને આ એક સવાલ તો તમારા મન આવ્યો જ હશે કે એપ્રિલ અને મે મહિનામાં આવો વરસાદૃ કેમ પડે છે? આ પાછળનું શું હોઈ શકે છે કારણ? આગામી સમયમાં હવામાન કેવું રહેશે? તેનું હવામાનશાસ્ત્રીઓ આપે છે આ કારણ?.. ગુજરાત સહિત દૃેશના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિૃવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જોરદૃાર વાવાઝોડા સાથેના વરસાદૃે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત આપી હતી. લોકો પણ ગુલાબી ઠંડીનો અહેસાસ કરવા લાગ્યા છે. તો બીજી તરફ સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ આ વરસાદૃ આફત બની ગયો છે. જ્યાં અમુક એવી ઘટનાઓ બની છે કે તમને ચક કરી દૃેશે.. જેમાં હાલમાં બિહારના બેગુસરાયમાં તોફાન વચ્ચે એક ઝાડ પડતાં બે મહિલાઓનાં મોત થયાં હતાં અને ૬ લોકો ઘાયલ પણ થયાં હતાં. ગુજરાત સહિત દૃેશના ઘણા વિસ્તારોમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો કેમ કે તેમનો ઘણો પાક પલડી ગયો અને ઘણો પાક બગડી જતા ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ થયું…. અને શુક્રવારે અમદૃાવાદૃ,પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદૃ વરસતાં ખેડૂતોની િંચતામાં ફરી એકવાર વધારો જોવા મળ્યો હતો… તો બીજી તરફ તો ભરઉનાળે વરસાદૃની સાથે વીજળી પડવાના કારણે રાણકી વાવ જોવા આવેલા એક પ્રવાસીનું પણ મોત નિપજ્યું હતું… અને હવે હવામાનમાં આવેલા આ અચાનક બદૃલાવ માટે અને ઉનાળામાં જ વરસાદૃ કેમ પડે છે?હવામાન શાસ્ત્રીઓએ શું કારણ આપ્યું છે?.. તે જાણો.. આ તમામ ઘટનાઓ અંગે હવામાનશાસ્ત્રી ડૉ. એમ.આર. રણલકરે જણાવ્યું હતું કે, ’સામાન્ય રીતે ઉનાળા દૃરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ સક્રિય હોતું નથી, પરંતુ આ વખતે એવું નથી. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ સક્રિય બન્યું છે. જેના કારણે કમોસમી વરસાદૃ પડી રહૃાો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ’વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના રૂપમાં ચક્રવાતનું પરિભ્રમણ મધ્ય પાકિસ્તાન પર નીચલા અને ઉપલા ટ્રોપોસ્ફિયરના સ્તરે છે. નીચલા ટ્રોપોસ્ફિયરમાં, એક ચક્રવાતનું પરિભ્રમણ દૃક્ષિણ પાકિસ્તાન અને તેની નજીકના પશ્ર્ચિમ રાજસ્થાન પર છે. ચક્રવાતી પરિભ્રમણનો એક વિસ્તાર દૃક્ષિણપશ્ર્ચિમ ઉત્તર પ્રદૃેશ પર છે અને બીજો દૃક્ષિણ છત્તીસગઢમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે છે. પૂર્વ વિદૃર્ભથી તમિલનાડુના આંતરિક ભાગમાં પવનના ફેરફારને કારણે ઉષ્ણકટિબંધીય સ્તરોમાં આ હવામાન ફેરફારો છે. તેની અસર ઉત્તર પશ્ર્ચિમ ભારતમાં આગામી ત્રણથી ચાર દિૃવસ સુધી જોવા મળશે.આ દૃરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિૃવસ હવામાન વિષે કેવું રહેશે તે જણાવ્યું?… ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ’આગામી પાંચ દિૃવસ દૃરમિયાન પશ્ર્ચિમ હિમાલય ક્ષેત્રમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદૃ, હિમવર્ષા, વીજળી અને ભારે પવનની અપેક્ષા છે. આ સિવાય ઉત્તર પશ્ર્ચિમ ભારતના મેદૃાની વિસ્તારોમાં વીજળીના ચમકારા અને તેજ પવન સાથે વ્યાપક વરસાદૃ થઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે ૨ મે સુધી હિમાચલ પ્રદૃેશ અને ઉત્તર પ્રદૃેશના વિવિધ સ્થળોએ કરા પડવાની સંભાવના છે. આગામી પાંચ દિૃવસ દૃરમિયાન ઉત્તરાખંડ, ૧-૨ મે દૃરમિયાન પંજાબ, હરિયાણા, ચંદૃીગઢ અને દિૃલ્હીમાં, ૩ મેના રોજ રાજસ્થાનમાં પણ કરા પડી શકે છે. હિમાચલ પ્રદૃેશ અને જમ્મુમાં ૧ અને ૨ મેના રોજ ભારે વરસાદૃની સંભાવના છે, ૩-૪ મે દૃરમિયાન પશ્ર્ચિમ રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ ધૂળની ડમરીઓ સાથે પવન રહે તેવી શક્યતા દૃર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ’સોમવારે મધ્યપ્રદૃેશ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદૃ પડી શકે છે. આ સિવાય મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના અલગ-અલગ સ્થળોએ કરા પડવાની સંભાવના છે. દૃક્ષિણ ભારતમાં, આગામી ચાર દિૃવસ દૃરમિયાન કર્ણાટક, તટીય આંધ્ર પ્રદૃેશ, કેરળ અને તમિલનાડુમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદૃની અપેક્ષા છે. ૨ મે દૃરમિયાન ઉપ-હિમાલયન પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદૃની અપેક્ષા છે. ઉત્તરપૂર્વ ભારતમાં, ૧ અને ૨ મે દૃરમિયાન અરુણાચલ પ્રદૃેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદૃની શક્યતા છે. તે જ સમયે, આસામ અને મેઘાલયમાં ૧ થી ૪ મે દૃરમિયાન વરસાદૃ પડશે. આ વર્ષે વરસાદૃને લઈને બે અલગ-અલગ દૃાવા કરવામાં આવ્યા છે. સ્કાયમેટ વેધરનું કહેવું છે કે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદૃ પડશે અને દૃુષ્કાળની સંભાવના છે. તે જ સમયે, ભારતીય હવામાન વિભાગે તેનાથી બિલકુલ વિપરીત દૃાવો કર્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને તે ૯૬ ટકા ( /-૫%) રહેવાનો અંદૃાજ છે. હવામાન વિભાગે એમ પણ કહૃાું છે કે આ વર્ષે દૃેશભરમાં ૮૩.૭ મીમી વરસાદૃ પડશે. વિભાગે કહૃાું કે અલ-નીનોની સ્થિતિ જુલાઈની આસપાસ પ્રવર્તી શકે છે, પરંતુ ચોમાસા સાથે અલ-નીનોનો કોઈ સીધો સંબંધ રહેશે નહીં. પેસિફિક મહાસાગરમાં પેરુની નજીક સપાટીના ગરમ થવાને અલ નિનો કહેવામાં આવે છે. અલ નીનોના કારણે દૃરિયાના તાપમાન, વાતાવરણમાં ફેરફાર થાય છે અને આ ફેરફારને કારણે દૃરિયાનું તાપમાન ૪-૫ ડિગ્રી વધે છે. અલ નીનોના કારણે સમગ્ર વિશ્ર્વના હવામાન પર પ્રતિકૂળ અસર પડી રહી છે. પણ હવામાન વિભાગે કહૃાું કે અલ-નીનોની સ્થિતિ જુલાઈની આસપાસ પ્રવર્તી શકે છે, પરંતુ ચોમાસા સાથે અલ-નીનોનો કોઈ સીધો સંબંધ રહેશે નહીં.