હજુ વરસાદની આગાહી : જિલ્લામાં લીલો દુષ્કાળ જેવી સ્થિતિ

અમરેલી,
એક 24 જુન 2015ની હતી ત્યારે અમરેલી પંથક એક જ દિવસમાં જળબંબાકાર થઇ ગયો હતો 55 જેટલા માનવીઓનો ભોગ લેવાયો હતો શેત્રુજી નદી 15 ફુટ સુધી ઉથલપાથલ થઇ ગઇ હતી આ તારીખને આ વખતે સૌ યાદ કરી રહયા છે કારણ કે, આ વખતે મૌસમ વિચીત્ર રંગ દેખાડી રહી હોય તેમ ગઇ 24મી જુને મહારાષ્ટ્ર કરતા પણ વહેલી અમરેલી જિલ્લામાં આવેલી મેઘસવારી હવે ઉભુ રહેવાનું નામ ન લેતી હોય જિલ્લામાં સર્વત્ર પાક પીળો પડવા લાગ્યો હોય અને ખેડુતો પોતાના વાડી ખેતરોમાં પગ ન મુકી શકતા હોય તેવી સ્થિતિમાં આજથી ત્રણ દિવસ સુધી અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઇ હોય લીલો દુષ્કાળ પડયો હોય તેવી લાગણી પ્રવર્તી રહી છે.આ અંગે અવધ ટાઇમ્સને ભાજપના પીઢ આગેવાન અને અનુભવી ધરતીપુત્ર એવા શ્રી મનજીબાપા તળાવિયાએ જણાવેલ કે મારી ઉમરમાં આવુ ચોમાસુ કયારેય નથી જોયું ગઇ 24 જુનથી આપણા વિસ્તારમાં સતત 24 દિવસથી વરસાદ પડી રહયો છે જેને કારણે ખેતરમાં વાવણી કર્યા બાદ નિંદામણ, આંતરખેડ,દવા છાંટવા માટે ખેડુત ખેતરમાં પગ પણ મુકી શકતો નથી પહેલા વરસાદ આવતો અને વરાપ નિકળતી ત્યારે આ કામ થતા હતા તે આ વખતે બંધ છે.ઠેર ઠેરથી વરસાદને કારણે પાક પીળો પડી રહયો હોય તેવા સમાચાર મળી રહયા છે ત્યારે વધારે ચિંતાવાળી એવી વિગતો આવી છે કે, આગામી સપ્તાહમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને તેમાય તા.19 જુલાઈ થી 21 જુલાઈ દરમયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાછે. આજે તા. 18ના રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- ર્જીઈંભ ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનરશ્રી દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા અને તા.19/07/2023 થી તા.21/07/2023 દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. તેમ જણાવાયું હતુ.