હજુ સતાવાર યાદી જાહેર નથી થઇ ત્યાં ભાજપ, કોંગ્રેસમાં ધૂંધવાટ

  • ભાજપનાં અમરેલી જિલ્લાના તમામ દાવેદારોને દાદા ભગવાનના મંદિરે કાર્યક્રમમાં બોલાવાયા : ઉતેજનાભર્યુ વાતાવરણ : કોંગ્રેસમાં પણ પુરી યાદી તૈયાર ન થઇ

અમરેલી,
અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચુંટણી માટે ભાજપમાં ગઇ કાલે સંભવીત નામોની યાદી તૈયાર થઇ ગઇ પરંતુ હજુ તે જાહેર નથી કરાઇ તે પહેલા જ ભાજપમાં ધૂંધવાટ અને ઉતેજના જેવી સ્થિતી જન્મી છે પ્રદેશમાંથી સુચના મળે ત્યારે જિલ્લા ભાજપ દ્વારા નામોની યાદી જાહેર થશે અને આજે દાદા ભગવાનના મંદિરે યોજાનારા એક કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી ભાજપના દોવદારોને બોલાવાયા છે.બીજી તરફ જાણવા મળતી માહિતી અનુસાર કોંગ્રેસમાંથી જેટલા નામ સર્વ સંમતિથી નક્કી થયા તેના ઉમેદવારી પત્રો ભરાયા છે પરંતુ કોંગ્રેસ ફુંકી ફુંકીને પગલા ભરી રહયુ હોય એક પણ બેઠક ઉપર ભડકો થાય તે રીતે નિર્ણય લેવાને બદલે તમામ કાર્યકરોને વિશ્ર્વાસમાં લઇને નામો નક્કી કરવા જઇ રહી હોય નિર્ધારેલા સમયે આજે કોંગ્રેસના ઉમેદવારો પણ નિશ્ર્ચિત થઇ શક્યા ન હતા.