હડતાલ પાછી નહિ ખેંચાય તો આજથી તેમની ગેરહાજરી પુરાશે

  • વિદ્યાર્થીઓની હડતાલ સામે સરકારે કહૃાું
  • મોરબીમાં નવી મેડિકલ કૉલેજને મંજૂરી, એમબીબીએસની ૧૦૦ બેઠકો વધી

અમદાવાદ,

રાજ્યના સરકારી હોસ્પિટલના ૨ હજાર ઇન્ટર્ન એમબીબીએસ ડોક્ટર્સ સરકારથી નારાજ થયા છે. તેઓ છેલ્લા ૮ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતની સરકરી મેડિકલ કોલેજમાં એમબીબીએસ ઇન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું મળતા હડતાળનું શાસ્ત્ર ઉગામ્યુ છે. આ હડતાળ બાદ જ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમજ જયંતિ રવિએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી છે. આ બેઠકમાં નીતિન પટેલે અનેક જાહેરાતો કરી છે. નીતિન પટેલ જણાવ્યું કે વિદ્યાર્થીઓની હડતાળ બિનકાયદેસર છે જે વિદ્યાર્થીઓ હડતાળ નહીં ખેંચે તો કાલથી તેમની ગેરહાજરી પૂરવામાં આવશે અને ગેરહાજર રહેશે તેને પીજીમાં એડમિશન નહીં મળે. નીતિન પટેલે જણાવ્યું કે અમે અગાઉ મોરબીમાં મેડિકલ કૉલેજ શરૂ કરવાની પરવાનગી માંગી હતી. તેના માટે અમે ભારત સરકારને પત્ર લખીને મેડિકલ કૉલેજ માંગી હતી.

સરકારે પરવાનગી આપતા ગુજરાતમાં મેડિકલ કૉલેજની સંખ્યામાં વધારો થયો છે. ૧૦૦ બેઠકની નવી મેડિકલ કૉલેજને મંજૂરી મળી છે. નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની સ્થિતિને જોતા અગાઉ સાંજની ઓપીડી બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાની સ્થિતિ હળવી થતા હવે અમદાવાદ સિવિલમાં અને ટ્રોમા સેન્ટરમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે. સિવિલમાં હવે સવાર સાથે સાંજે પણ અન્ય રોગોની ઓપીડી ઓછી કરવામાં આવશે. નીતિન પટેલે ટાક્યું કે સોલા સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની સિવિલ હૉસ્પિટલમાં વેક્સિનનો ડૉઝની પ્રથમ ટ્રાયલ આપવામાં આવી રહી છે. અત્યારસુધી આ ટ્રાયલ લેનારા એક પણ વ્યક્તિને સાઇડ ઇફેક્ટ થઈ નથી. બીજો રાઉન્ડ આપવામા આવશે.

નીતિન પટેલે ટાંક્યુ કે રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ખાનગી તબીબોની નિષ્ણાત સેવાનો માનદ સેવા તરીકે સરકારી હૉસ્પિટલમાં લાભ મળે તે માટે આવા ડૉક્ટરો સરકારી હૉસ્પિટલમાં માનદ સેવા આપશે. આપણે રાજ્યમાં ટૂંક સમયમાં આ નવી શરૂઆત કરવા જઈ રહૃાા છે. નીતિન પટેલે ઉમેર્યુ કે રાજ્યમાં મુખ્યમંત્રીના પ્રયાસોથી વડાપ્રધાન મોદૃીએ એઇમ્સની ભેટ આપી છે. આ એઇમ્સની કામગીરી પણ કાગળીયા પર સમાપ્ત થઈ રહી છે. આપણે વહેલીતકે રાજકોટમાં વડાપ્રધાનને વિનંતી કરી અને તેમના હસ્તે એઇમ્સની બિલ્ડીંગની નિર્માણનું ખાતમહૂર્ત કરાવીશું.