- રાજકોટના ગુનામાં સંડોવાયેલ દંપતિ વચગાળાના જામીન લઇ ફરાર થઇ ગયા
- 2019 માં બંનેને આજીવન કેદની સજા અને 15 હજારનો દંડ થયો હતો : એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી શ્રી કરમટા અને શ્રી મોરીએ શોધી કાઢયા
અમરેલી,
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાની જામીન રજા પરથી છુટી ફરાર થઇ ગયેલ આજીવન કેદની સજા પામેલ કેદી દંપતીને અમરેલી એલ.સી.બી.એ પકડી પાડયા હતા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ જેલમાંથી પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. આર. કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી. એન. મોરી તથા એલ.સી.બી. ટીમે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં 2019 માં આજીવન કેદ અને 50 હજારના દંડની સજા પામેલ અને તા 11-3 ના રોજ 14 દિવસના વચગાળાના જામીન ઉપર છુટેલ સલીમશા સતારશા સૈયદ, ઉ.વ.42, રહે.વિજપડી તથા તેમની પત્ની મદીનાબેન સલીમશા સતારશા સૈયદ, ઉ.વ.42,ને પકડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરાયેલ છે.