હની ટ્રેપના ગુન્હામાં છેલ્લા 6 માસથી નાસતાં ફરતાં આરોપીને કુતાણાથી પકડી પાડયો

  • લીલીયા પોલીસ ટીમે બાતમી આધારે આરોપીને પકડી પાડયો

લીલીયા, લીલીયા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેક્ટર પી.બી.ચાવડાએ નાસતા ફરતા આરોપી રાકેશગીરી ઉર્ફે બાપુ ર્જી/ં ગીરીરાજગીરી મહાદેવગીરી ગોસાઇ રહે.કુતાણા, તા.લીલીયા મોટા, જી.અમરેલીવાળા ની તપાસ કરતા આરોપી કુતાણા, તા.લીલીયા ગામેથી મળી આવેલ. હની ટ્રેપના ગુન્હામાં છેલ્લા 6 માસથી નાસતાં ફરતાં આરોપીને પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
આ બનાવની હકીકત એવી છે કે આ કામે ફરીયાદીને આ કામના આરોપીઓએ પોલીસનો સ્વાંગ રચી પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ગુન્હાહીત કાવતરૂ રચી તેમજ ફરીયાદીને હનીટ્રેપમાં ફસાવી ફરીયાદી પાસેથી બળજબરીથી રૂપીયા પડાવી, ફરીયાદીને ગોંધી રાખી અને ઢીકાપાટુનો માર મારી ફરીયાદીને મારી નાંખવાની ધમકી આપી રૂા.2,00,000/- પડાવી લઇ ગુન્હો કરેલ હોય અને આરોપી આજદીન સુધી નાસતો ફરતો હતો જેને લીલીયા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.બી.ચાવડા તથા હેડ.કોન્સ. જે.બી.જાની તથા ડ્રા.હેડ.કોન્સ. વિનોદભાઇ વાઘેલા વિ. લીલીયા પોલીસ ટીમ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.