હરભજન સિંહની ફિલ્મ ‘ફ્રેન્ડશીપ નું ટીઝર રિલીઝ થયું

ભારતીય ટીમના ઓફ-બ્રેક સ્પિનર હરભજન સિંહ તેની આગામી ફિલ્મ માટે ચર્ચામાં છે. તાજેતરમાં જ હરભજન સિંહની ફિલ્મ ‘ફ્રેન્ડશીપ નું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મનું ટીઝર આજે એટલે કે ૧ માર્ચે રિલીઝ થયું છે અને ટીઝર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહૃાું છે. ટીઝરમાં હરભજન સિંહના જુદા જુદા પાત્રો જોવા મળ્યા છે, જેમાં તે ક્યારેક લડતા, તો નાચતો હોય છે તો ક્યારેક જોરદાર અભિનય કરતો જોવા મળે છે. તે ફિલ્મના એક સીનમાં ક્રિકેટનો બોલ પકડતો પણ જોવા મળે છે. હરભજન સિંહની આ ફિલ્મ સાઉથમાં બનાવવામાં આવી છે.

જેને હિન્દૃીમાં ડબ કરવામાં આવશે. ફિલ્મ ‘ફ્રેન્ડશીપ વિશે વાત કરીએ તો આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા હરભજનિંસહે વર્ષ ૨૦૧૩માં એક પંજાબી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. હરભજનિંસહે એક પંજાબી ફિલ્મમાં પોલીસની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને તે ઘણા ટીવી શોમાં પણ નજર આવી ચુક્યો છે. હરભજનને ક્રિકેટની સાથે ફિલ્મોમાં અભિનય કરવાનો ખૂબ શોખ છે.

પરંતુ હવે જોવામાં આવશે કે પ્રેક્ષકોને ભારતીય ક્રિકેટર હરભજન સિંહની નવી ફિલ્મ ‘ફ્રેન્ડશીપ પસંદ છે કે નહીં. હરભજનસિંહે ૧૭ એપ્રિલ ૧૯૯૮ના રોજ ન્યૂઝીલેન્ડ સામે પહેલી મેચ રમી હતી. તે સમયે તે ફક્ત ૧૮ વર્ષનો હતો. તેની ક્રિકેટ કરિયર ખૂબ જ શાનદાર હતુ. તેણે તેની શાનદાર બોિંલગથી ભારતીય ટીમમાં ઘણી મોટી મેચ જીતી હતી.