ભાવનગર,(ધવલ દવે) ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક યાદવે ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બારની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે વરતેજ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી એમ.એસ જાડેજા તથા સ્ટાફે નારી ચોકડી નજીક આઇસર ટેમ્પા નં. એચ.આર.55.ટી.6978 માં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-3684 કી.રૂા. 11,05,200/- તથા ટેમ્પો મળી કૂલ કી.રૂા. 14,08,200/ના મુદામાલ સાથે આરોપીઓ શીવમ સતિષચંદ્ર યાદવ/આહિર ઉ.વ.24 ધંધો.ડ્રાઇવિંગ રહે. ભુનિયાપુર તા.ફીરોજપુર જિ. કનોજ રાજય. ઉત્તરપ્રદેશ અને અજયકુમાર શ્રીસતબીરસીંઘ રાજપુત ઉ.વ.35 ધંધો.ક્લીનર રહે. ઉજવા નજબગઢની પાસે 73 નવી દિલ્હીને પકડી પાડેલ આ દારૂનો જથ્થો આપનાર સતપાલ રામવિલાસ મીતલ રહે. હાઉસ નં. 281 સેક્ટર 23 ગુડગાવ હરીયાણાના કહેવાથી શીવરાજ ઉર્ફે શીવકુભાઇ બાલુભાઇ કામળીયા રહે. ગાધેસર ગામ તા. તળાજા ને ત્યા જતો હતો ત્યાથી સૌરાષ્ટ્રભરમાં જવાનો હતો આ કામગીરીમાં આર.આર.સેલ ના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા એઝાઝખાન પઠાણ તેમજ વરતેજ પો.સ્ટે.ના સ્ટાફના એ.એસ.આઇ. એ.બી.ગોહિલ તથા પો.કોન્સ. નરેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.
![]() |
ReplyForward
|