હર્ષ સંઘવી દ્વારા માત્ર ૪૮ કલાકમાં જ ફરી ૧૦૦ બેડની હોસ્પિટલ

ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહૃાું છે. સુરતની સ્થિતિ ઘણી ખરાબ છે. હર્ષ સંઘવી દ્વારા માત્ર ૪૮ કલાકમાં જ ફરી ૧૦૦ બેડની હોસ્પિટલ એટલે કે અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટર તાબડતોડ ઉભું કરી આજે દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે. ધારાસભ્ય હર્ષ સંઘવીના આ ઉમદૃા કાર્યમાં તેમના મિત્રો અને કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે અને આગામી ૭૨ કલાકમાં ૨૦૦ દર્દીને સારવાર મળી રહે તેવી હોસ્પિટલ ઉભી કરી છે.

માત્ર ૨૪ કલાકમાં ૧૦૦ બેડની ઓક્સિજન હોસ્પિટલ સાથે આવનાર દર્દીને રેમડેસિવર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રીમાં આપવામાં આવશે. ગત રોજ રાજય સરકર દ્વારા સુરતના મજૂરાગેટ ખાતે આવેલ સિવિલમાં નવ નિર્મિત કિડની હોસ્પિટલમાં ૮૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મજુરા ગેટના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા દર્દીને પડતી હાલાકી દૂર કરવા માટે પહેલાની જેમ ૭૨ કલાકમાં કોવિડ હોસ્પિટલ શરુ કરવાનો સંકલ્પ કર્યો હતો. પોતાના મિત્રો અને કાર્યકર્તાઓની ૭૨ વ્યક્તિની ટીમ દ્વારા ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી નાખવામાં આવી હતી.

ખાનગી હોસ્પિટલમાં હાઉસફુલનાં બોર્ડ લાગી ગયાં છે. ૧૦૮ને ગેટ પર જ અટકાવી દેવાય છે. કોરોનાના દર્દી હોવાનું કહેતાં જ સિવિલ લઈ જવાનું કહી દેવાય છે. ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહૃાું હતું કે આવા કપરા સમયમાં એક લોક પ્રતિનિધિ તરીકે મારી જવાબદૃારી બને છે, જેને લઈ એકપણ કોરોના પોઝિટિવ દર્દી સારવારને લઈને અટવાય નહીં એ બીડું ઉપાડ્યું છે.