હલકી માનસિકતાને ગુજરાત જવાબ આપશે : શ્રી મોદી

જૂનાગઢ,
રૂ.2,440 કરોડના જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી અને કુતિયાણામાં પાણી પૂરવઠા યોજનાના કામો રૂ.142.92 કરોડના, પોરબંદર ભૂગર્ભ ગટર અને ગીર સોમનાથ જિલ્લામાં રેલ્વે ઓવરબ્રીજના કામનું રૂ.105.42 કરોડના, પોરબંદરમાં રૂ.12.28 કરોડના ખર્ચે મત્સ્ય બંદર ખાતે મેઇન્ટેનન્સ ડ્રેજીંગ યોજના, ગીર સોમાનાથ જિલ્લામાં માઢવાડ, સુત્રાપાડા, અને વેરાવળમાં મત્સ્ય બંદર વિકાસ યોજનાના કામોનું રૂ.834.12 કરોડના, પોરબંદરમાં મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, માધવપુરમાં શ્રીકૃષ્ણ રુક્ષ્મણી યાત્રાધામના વિકાસ કાર્યો તથા જૂનાગઢના વંથલી ખાતે નાબાર્ડની યોજના અન્વયે બિયારણ, ખાતર અને કૃષિ પેદાશના સંગ્રહ માટે ગોડાઉનની યોજના રૂ.602.43 કરોડના કામોની ખાતમૂર્હુત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી હતી.
જુનાગઢમાં જંગી જન મેદનીને સંબોધતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણવ્યું હતું કે, હિંદુસ્તાનમાં કોઇપણ માણસ કોઇ પણ જ્ઞાતી જાતી કે ધર્મનો માણસ સારૂ કામ કરે તેનું દરેકને ગૌરવ થવું જોઇએ. પરંતુ છેલ્લા બે દાયકાથી વિકૃત માનસીકતા વાળા લોકોને કારણે એક અલગ સોચ ઉભી થઇ છે. ગુજરાતનો કોઇ વ્યક્તિ સારૂ કરે અને પોતાનું નામ કમાય ગુજરાત રાજ્ય પ્રગતી કરે, ગુજરાતને કારણે અનેક લોકોને રોજી રોટી મળે, ગુજરાત પ્રગતી કરે તે તેના પેટમાં ઉંદરડા દોડે છે પણ ગુજરાતને કોઇ અપમાનીત કરે, બેફામ વાણી વીલાસ કરે તેની સામે લાલઆંખ કરવી જોઇએ કે નહીં આ બધ્ાુ સહન કરવું છે આપણે? તેમ કહીં શ્રી મોદીએ આકરા પ્રહારો કર્યા હતાં.