હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી, ગુજરાતમાં આવતા ૪ દિવસમાં પારો ગગડશે

ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે હળવી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદ-ગાંધીનગર સહિતના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચે આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના ૧૪ શહેરોમાં ઠંડીનો પારો ૨૦ ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી ચાર દિવસમાં ઠંડીમાં હજી વધારો થવાની શકયતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે.

પરિણામે આગામી ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો ૧૮ ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જાણકારોના મતે આ વર્ષે સામાન્ય કરતાં વધું ઠંડી પડશે. જેનું કારણ ભારતથી પ્રશાંત મહાસાગરને માનવામાં આવી રહૃાું છે. હવામાનની સચોટ આગાહીઓ કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાનો વરતારો આપ્યો હતો. તેમણે સમગ્ર ઋતુ કેવી રહેશે તેના અંગે અનુમાન વ્યક્ત કર્યુ છે. બાલાલ પટેલે કહૃાું હતું કે, હાલ પરોઢિયે વધુ ઠંડી પડશે અને ૧થી ૭નવેમ્બર આસપાસ સુધી વાદળ વાયુનું સર્જન થશે. કોઈ કોઈ ઠેકાણે હળવું માવઠું થવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતા વ્યક્ર્ત કરી છે. અંબાલાલે જણાવ્યું કે ૭મી નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો ચમકારો આવી શકે છે અને ૧૮-૧૯ નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો વધુ ચમકારો આવી શકે છે. જ્યારે દેશાવર ઠંડીનું આગમન ત્યારબાદ થશે અને આગામી ૪ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે અને ન્યુનતમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું જશે.