હવેથી જાતીય સતામણી, સાયબર ક્રાઈમનો પાસા એક્ટમાં સમાવેશ કરવામાં આવશે: ગૃહમંત્રી

ગાંધીનગર,

ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબત અધિનિયમ- ૧૯૮૫ અર્થાત ‘પાસા એક્ટમાં સુધારો સુચવતુ વિધેયક ભાજપે બહુમતીના જોરે વિધાનસભામાં મંજૂર કરાવ્યું હતુ. પાંચ કલાકથી વધુ સમય થયેલા વિચાર- વિમર્શ, સુચન-સંવાદૃમાં ભાજપ- કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે બરોબરની તડાફડી થઈ હતી. આજે વિધાનસભાના ચોમાસું સત્રનો ત્રીજો દિૃવસ છે. ત્યારે આજે ગૃહમાં રજૂ થનાર ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા વિધેયક પહેલા રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપિંસહ જાડેજાએ પાસા એક્ટ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહૃાું છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપિંસહ જાડેજાએ પાસા એક્ટ અનુવયે જણાવ્યું હતું કે, હવેથી રાજ્યમાં જાતીય સતામણી, સાયબર ક્રાઈમનો પાસા એક્ટમાં સમાવેશ કરવામાં આવશે. જેથી મહિલાઓ ઉપર થતા અત્યાચારો પર અકુંશ લાગશે. પ્રદિૃપિંસહે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન રાજ્યમાં ગુંડાઓ બેફામ હતા.
પરંતુ કોંગ્રેસે પોતાના શાસનકાળ દૃરમિયાન ગુંડાઓ સામે કડક કાયદો બનાવ્યો નથી. પરંતુ હવેથી રાજ્યમાં ગુંડાઓને છાવરવા માંગતી નથી. ભાજપના રાજમાં કોઈ ગુંડાઓનં છોડવા માંગતી નથી. રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાતીય સતામણી અને સાયબર ક્રાઈમના ગુનાઓને પાસામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત ગુંડા નાબૂદી ધારાનો કાયદો ભાજપે બનાવી દીધો છે. પરંતુ તેમને ઉમેર્યું હતું કે આ કાયદૃાનો દૃુરુપયોગ ન થાય તેની ખાસ કાળજી રાખવી પડશે, તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે. ગુજરાત વિધાનસભામાં પાસા એક્ટ પ્રસાર કરવામાં આવ્યો છે ત્યારે ગૃહમાં ગાંધીનગરના ડો.સી.જે.ચાવડાએ તો ” કરનારા અને કરાવનારા એ બેઉ નૈતિક સ્તરે લોકશાહીના હત્યારા, ગુનેગાર છે એમ કહીને જનમત સાથે દ્રોહ કરનારા રાજકિય તત્વો સામે પાસા એક્ટ લગાવવા સુધારો સુચવતા ગૃહમાં સ્તબ્ધતા પ્રસરી ગઈ હતી. ગૃહમંત્રી પ્રદિૃપિંસહ જાડેજાએ વિપક્ષ તરફથી સુચવાયેલા અનેક સુધારાઓ ફગાવ્યા હતા. ૩૫ વર્ષ પછી પાસા એક્ટમાં સુધારાથી ભાજપની સરકારો નિષ્ફળ નિવડી છે એવી પ્રતિતિ થઈ રહૃાાનું કહેતા કોંગ્રેસના ચાવડાએ કહૃાુ કે, ગુજરાતમાં આવો સડો હતો જ નહી.
આ તો રાજકિય છત્રતળે ઉછરેલા નિરવ મોદી- લલિત મોદી જેવા પાક્યા એટલે ગુનાખોરી વધી. સરકાર જુગાર રમવા, સોશિયલ મિડિયામાં કોમેન્ટ કરવા જેવા વિષયોમાં પાસા લગાડવાનો પ્રસ્તાવ લાવી જ છે તો પ્રદૃુષણ ફેલાવનારા કેમિકલ માફિયા, શ્રમિકોનુ શોષણકર્તાઓને પણ આવરી લેતી નથી ? ઉનાના પૂંજા વંશે તો હયાત પાસા એક્ટ હેઠળ મોટાભાગના આરોપીઓ બે મહિનામાં જ છુટી જતા હોવાનું કહીને સરકાર રાજકિય એજન્ડા સેટ કરવા કાયદો બદૃલી રહૃાાનું કહૃાુ હતુ. તેમણે ” જાડેજાના નેતૃત્વમાં પાસા હેઠળ કેટલી અટકાયત થઈ, તેમાંથી પાસા બોર્ડમાં કેટલા છૂટયા અને કેટલાને હાઈકોર્ટે છોડયા તેની માહિતી જાહેર કરવા” પડકાર ફેંક્યો હતો.