હવે અમરેલી જિલ્લાના ગામડાઓમાં ફેલાય રહયો છે કોરોના વાઇરસ

  • બહારથી આવનારને બદલે સ્થાનિક લોકો પોઝીટીવ આવે છે
  • અમરેલી જિલ્લાના તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે પગલાઓ શરૂ કરાય છતાંય કેસ આવવાના શરૂ

વડિયા,

કોરોના કહેર લોકડાઉંન બાદ અનલોક માં જાણે બુલેટ ટ્રેનની ગતી થી ફેલાતો હોય તેમ રોજ નવા કેસ સામે આવી રહ્યા છે અને સંખ્યા પણ વધી રહી છે. અનલોક માં અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ થી આવતા વતન પ્રેમીઓ એ ગામડાઓ સુધી કોરોના નો પગ પેસારો કરાવ્યો છે.
વડિયા ના જંગર ગામે 65વર્ષીય વૃદ્ધા ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ વડિયા ની ભાગોળે આવેલા ઢુંઢીયા પીપળીયા ગામે સ્થાનિક હાર્ડવેર ની દુકાન ધરાવતા 43વર્ષીય યુવાન ને કોરોના આવતા મોટી વસ્તી ધરાવતા ગામ માં ચિંતા નું મોજું પ્રસર્યું છે. કોરોના ચેપ સ્થાનિકો સુધી પહોંચતા હવે વતનપ્રેમીઓ સ્થાનિક લોકો પર ભારે પડી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. જોકે આ ગામમાં સુરત થી ઘણા લોકો અનલોક માં આવ્યા છે પરંતુ તે આયાતી લોકો ના બદલે સ્થાનિક વ્યક્તિ ને કોરોના પોઝિટિવ આવતા તંત્ર, આરોગ્ય વિભાગ પાન તેની હિસ્ટ્રી માટે કામે લાગ્યો છે.