અમરેલી,16 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને આજ સુધી અભેદ કિલ્લા જેવો રાખવામાં રાત દિવસ જોયા વગર સતત દોડનારા અમરેલીના રીયલ હીરો કલેકટરશ્રી આયુષ ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાય હવે કોરોના સામે નહી ઉભા હોય સરકારના નિર્ણયે તેમને સાઇડમાં કરી દીધા છે તેમણે હવેથી કોરોનાગ્રસ્તોને બચાવવાની અને સંક્રમિત થતા અટકાવવાની લડાઇ લડવાની રહેશે,નહી કે જિલ્લામાં આવતા કોરોનાને રોકવાની.
જ્યાં સુધી આ બંને અધિકારીઓનું નિયંત્રણ હતુ ત્યાં સુધી કોરોના અમરેલી જિલ્લામાં આવી શક્યો ન હતો અને સરકારે બહારથી આવવાની છુટ આપતા સુરતથી કોરોનાના બે કેસ આવ્યા હતા તેમ છતા તેમણે અગમચેતીથી ઓળખી દવાખાને મોકલી બીજાને સંક્રમીત થતા અટકાવ્યા હતા પણ હવે આખુ ગુજરાત ખુલ્લુ છે કંટેનમેન્ટ એરીયાને સરકારે સીલ કર્યો છે પણ બહાર નીકળી ગયેલા અને જેનો કોરોના હજી ડીટેક્ટ નથી થયો તે હાહાકાર મચાવવાના છે અને અમરેલી પણ કમનસીબે આમાંથી બાકાત નહી હોય તે પણ વાસ્તવીકતા છે આવા સમયે કોરોનાથી એ જ બચી શકશે કે જે દરેક વ્યક્તિને કોરોનાગ્રસ્ત સમજી અને જ્યાં સુધી તેનો કોઇ તોડ ન થાય ત્યાં સુધી સ્વયં જાગૃતિ રાખે.