હવે ઉંધી ગાડી ચાલું : સુરતવાસીઓ પરત જવાની તજવીજમાં

અમરેલી,લોકડાઉન અને ગ્રીનઝોન અમરેલી જિલ્લામાં હમવતનીઓ હવે દિવાળી સુધી સુરતમાં ધંધા નહી જ ખુલે માની સૌ એ વતન તરફ દોટ મુકી હતી પણ હવે બે દિવસથી સુરતમાં હીરાના કારખાના ખુલ્યા અને ધંધાઓને છુટ અપાતા હવે ઉંધી ગાડી ચાલું થઇ છે અને સુરતવાસીઓ પરત જવાની તજવીજમાં પડયા છે તેનું કારણ એ પણ છે કે, જો કારખાનામાં હાજર થતા હોવ તો તમારી જગ્યા રહેશે નહીતર જગ્યા ભરી લેશુના કાખાનાના માલીકોના મેસેજથી દેશમાં આવેલા રત્નકલાકારો પાછા સુરત જવાની તૈયારીમાં પડી ગયા છે અને સાવરકુંડલાના વાસીયાળી ગામેથી વાયા ગારીયાધારથી સ્પેશ્યલ બસ બાંધી અને એક જુથ સુરત પહોંચ્યું છે જયારે આજની તારીખે પણ હજારો લોકો કવોરન્ટાઇ પીરીયડ પુરો થવાની રાહમાં છે કારણ કે તે કવોરન્ટાઇન હોવાને કારણે તેને પરત જવાની છુટ મળે નહી. બાકી કોરોનાની બીક સાથે સાથે હમવતનીઓના આગમનથી સૌ હરખાયા પણ હતા કે આપણા ગામડાઓ પાછા ધબકતા થશે પણ જો અહી કામ મળે તો જ રત્ન કલાકારો રોકાશે નહીતર હતા ત્યાંના ત્યાં જવાના છે હા અમુક ટકા લોકો જેને કામ નહી મળે તે અહી ખેતીમાં રોકાઇ જવાના છે બાકી માત્ર વાતો નહી પણ સ્થાનિક રોજગારી શરૂ થાય તો જ ગામડા જીવતા થશે.