નવીદિૃલ્હી,તા.૦૩
ભારતમાં યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા પછી ડિગ્રી લઈ રહૃાા છો. પરંતુ તે પછી ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન છે. ત્યાં જઈને કોઈ કામ કરવું પડશે. તેથી કોઈ અલગ કોર્સ કરવાની જરૂર રહેશે નહીં. કારણ કે હવે ભારતીય યુનિવર્સિટીમાંથી લીધેલી યુજી પીજી ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં પણ માન્ય રહેશે. આ માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ભારતીય પ્રોફેશનલ્સ માટે ઓસ્ટ્રેલિયામાં નોકરી મેળવવાનો માર્ગ સરળ બનાવવામાં આવ્યો છે. બંને દૃેશોએ શૈક્ષણિક લાયકાતની પરસ્પર માન્યતા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અત્યાર સુધી ભારતની ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં માન્ય ન હતી. આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયાની ડિગ્રી ભારતમાં પણ માન્ય રહેશે. બંને દૃેશો એકબીજાની ડિગ્રીને માન્યતા આપશે. પરંતુ એન્જીનીયરીંગ, મેડીકલ અને કાયદૃાની ડીગ્રી ધરાવતા પ્રોફેશનલ્સને હાલ આ સુવિધા મળી શકશે નહી. એન્જિનિયિંરગ, મેડિકલ અને લો સિવાય, અન્ય તમામ યુજી અને પીજી ડિગ્રી કોર્સને આ ડીલનો લાભ મળશે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તમારી ડિગ્રી યુજીસી માન્ય સંસ્થામાંથી હોવી જોઈએ. જો કે હજુ સુધી આ અંગે વિસ્તૃત માહિતી આવી નથી. યુજીસીના અધ્યક્ષ જગદૃીશ કુમારે જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં કેવી રીતે સુધારાઓ લાગુ કરવામાં આવે છે તે અંગે અમે વિગતવાર ચર્ચા કરી હતી. અમે ભારતમાં વિદૃેશી યુનિવર્સિટી કેમ્પસ પર યુજીસીના ડ્રાટ નિયમોની પણ ચર્ચા કરી. અમે સંમત થયા કે આ નિયમો ભારત અને ઓસ્ટ્રેલિયાને સાથે મળીને કામ કરવાની મોટી તક પૂરી પાડે છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને તેમની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે બેઠક બાદૃ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ વચ્ચે ઓછામાં ઓછા ૧૧ કરાર છે. આ અંતર્ગત ઘણા મોટા ક્ષેત્રોમાં બંને દૃેશો વચ્ચે પરસ્પર સહયોગ વાંચવામાં આવશે. તેમાં સંશોધન અને વિદ્વાનોનો સમાવેશ થાય છે. દૃરમિયાન, ૩૦ સભ્યોની ટીમ સાથે ક્લેરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે અહીં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ૧૦ થી વધુ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર અને અન્ય ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ સામેલ હતા.