હવે કોઇ અવળચંડાઇ કરી તો અમે ફાયિંરગ કરતાં ખચકાઇશું નહીં

સરહદે વિવાદ વચ્ચે ભારતનો ચીનને સ્પષ્ટ સંદૃેશ
ચીન-પાકિસ્તાન બન્ને સરહદૃો એક સાથે ધમરોળવા તૈયાર: ઈન્ડિયન એરફોર્સ

ચીન એ વાત સ્વિકારવા તૈયાર નથી કે લદ્દાખ લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ ખાતે તેણે જ કરારનો ભંગ કર્યો છે. ચીન સ્વિકારતું નથી, માટે પાછું ખસવા તૈયાર નથી. ગમે તેટલી વાટાઘાટો થાય અને વાટાઘાટો પછી ગમે તેટલા આશ્ર્વસનો અપાય, સરહદ પર સૈન્ય જમાવડામાં કશો ફરક પડતો નથી. વધુમાં હવે ભારતીય સૈન્યને ચીની સૈનિકો પર જરાય ભરોસો નથી રહૃાો. માટે ભારતે ચીનને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે જો તમારા સૈનિકો દ્વારા કોઈ અવળચંડાઈ કરવામાં આવશે તો હવે અમે ફાયિંરગ કરતાં પણ અચકાઈશું નહીં.
બીજી તરફ એરફોર્સે જુસ્સાદૃાર નિવેદન આપતા કહૃાું હતું કે ચીન અને પાકિસ્તાન બન્ને સરહદે પહોંચી વળવા સક્ષમ છીએ. જરૃર પડયેે બન્ને મોરચે એરફોર્સ એક સાથે લશ્કરી ઓપરેશન લૉન્ચ કરી શકે એમ છે. ભારતે પહેલેથી જ ચીન-પાકિસ્તાન બન્ને સરહદ નજીક આવેલા એરબેઝ અને અન્ય વ્યુહાત્મક એરબેઝ પર ફાઈટર વિમાનો ખડકી દીધા છે. લદ્દાખના આકાશમાં રોજ સુખોઈ, મિગ, હવે તો રફાલ. વગેરે વિમાનો ઉડતાં નજરે પડે છે. જ્યારે સી-૧૩૦જે, આઈએલ-૭૬, એન્તનોવ-૩૨ જેવા ટ્રાન્સપોર્ટ વિમાનો દિૃવસ-રાત ઉડતા રહી લશ્કરી સામગ્રી સરહદે પહોંચાડી રહૃાા છે.
મૂળભૂત રીતે ચીને ૨૦૧૭ના દૃોકલામ સંઘર્ષ પછી સરહદી પ્રોટોકોલનો ભંગ કરવાની શરૃઆત કરી હતી. સામાન્ય રીતે જ્યાં ૧૫-૨૦ સૈનિકો રાખીને પેટ્રોિંલગ કરવાનું હોય એવા સ્થળોએ ચીને ૫૦-૧૦૦ સૈનિકો ખડકવાની શરૃઆત કરી દીધી હતી. છતાં ચીન એવો આક્ષેપ કરે છેે કે ભારતીય સૈન્ય ઘૂસણખોરી કરી રહૃાું છે. એટલે લાંબી લાંબી વાતોના ગાડા ભર્યા પછી સૈન્યની ધિરજ ખૂટવા આવી છે. એ સંજોગોમાં હવે જો ચીની સૈનિકો હુમલો કે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશે કે એલએસીમાં ફેરફાર કરવા પ્રયત્ન કરશે તો ભારતીય સૈનિકો ફાયિંરગ કરતા અચકાશે નહીં. અત્યાર સુધી ભારતે ફાયિંરગ ન કરવાનું વલણ અપનાવ્યું હતું.
નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારે ચીન આગળ શરણાગતી સ્વિકારી લીધી છે. ચીને નેપાળના ઘણા ભાગોમાં ઘૂસણખોરી કરી નાખી છે. એ વાત કેટલાક નેપાળી અધિકારીઓએ જાહેર કરી દીધી હતી. તેનાથી નેપાળ સરકારની નાકામયાબી અને ચીનની દાદાગીરી ઉજાગર થઈ હતી. પરંતુ નેપાળ સરકારે આવી માહિતી જાહેર કરનારા અધિકારી પાસે માફી મંગાવી છે. એટલું જ નહીં ચીનને નિર્દૃોષ જાહેર કરી દીધું છે. એટલે નેપાળ સરકાર ચીનને કેટલી હદ સુધી તાબે થઈ ચૂકી છે એ અહીં સ્પષ્ટ થાય છે. ચીન સામ્યવાદી વિચારધારા ધરાવે છે અને નેપાળમાં અત્યારે સામ્યવાદી સરકાર હોવાથી ચીનની સરકાર જ પરોક્ષ રીતે નેપાળનું શાસન ચલાવે છે એમ કહી શકાય.