હવે કોરોનાના દર્દીઓનાં નામ નહીં, પણ વિસ્તાર જ જાહેર કરવો જરૂરી છે: હાઈકોર્ટ

  • ૩૧૬ પુરુષ અરજદારોએ LRD ભરતી પર સ્ટે મૂકવાની માગ પણ કરી

    રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓનાં નામ જાહેર કરવાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કોરોનાના દર્દીઓનાં નામ જાહેર કરવા અપીલ કરવામાં આવી હતી, જેને લઈને હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દૃેશ કર્યો છે કે હવે કોરોનાના દર્દીઓનાં નામ નહીં, પણ વિસ્તાર જ જાહેર કરવો જરૂરી છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દૃેશ કરતાં કહૃાું હતું કે લોકોની ગુપ્તતાના અધિકારોને માન આપવું જરૂરી છે. કોરોના સંક્રમિતોનાં નામ જાહેર કરવા અંગેની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અરજદારે સરકાર-જિલ્લા પ્રશાસનને કોરોના દર્દીઓનાં નામ નહીં જાહેર કરવા માગ કરી હતી. અરજદારની દલીલ હતી કે નામ જાહેર ન થતાં હોવાથી સંક્રમિત લોકો કોના સંપર્કમાં આવ્યા છે એ ખબર પડતી નથી. સરકાર જુલાઈ મહિના સુધી નામ જાહેર કરતી હતી, જે અચાનક બંધ થઈ ગયું. જ્યારે એલઆરડી ભરતી મામલે ફરી વિવાદ શરૂ થયો છે.
    લોક રક્ષક દળના ૩૧૬ જેટલા પુરુષ ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં અરજદારે એલઆરડીના પરિપત્રમાં નિયમોનો ભંગ થયો હોવાનો દાવો કર્યો છે તેમજ એલઆરડી ભરતી પર સ્ટેની માગ પણ કરી છે, જેને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને નોટિસ આપી છે. આ અંગે ૬ ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે. લગભગ ૨૩ દિૃવસ પહેલાં બિનહથિયારધારી કોન્સ્ટેબલમાં મહિલા અનામત મામલે હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. રાજ્યભરમાં મહિલા લોકરક્ષક દળની ભરતી મામલે મહિલાઓના આંદોલન બાદ સરકારે ૧ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ મહિલા અનામત મામલે બહાર પાડેલો ઠરાવ પણ હાઇકોર્ટે રદ કર્યો હતો. ઓપન કેટેગરીમાં જો એસટી, એસસી, ઓબીસી કેટેગરીની મહિલા મેરિટમાં આવતી હોય તો તેને ઓપન કેટેગરીમાં પણ સમાવેશ કરવો પડશે અને તેની સામે અનામત કેટેગરીમાં ફાળવેલી બેઠકોમાંથી એકપણ બેઠક ઘટાડી શકાશે નહીં. કોઈપણ કેટેગરીની મહિલા હોય તો તેને ઓપન કેટેગરીમાં મેરિટમાં આવતી હોય તો સમાવેશ કરવો પડશે.